ગઢડા તાલુકાના ઢસા જંકશન માં આજ રોજ ઘ્વજવંદન કાર્યક્રમ ની ઉજવણી કરવામાં આવી

ઢસા,

આજ રોજ ઢસા જંકશન માં આવેલ કેન્દ્રવર્તી શાળા માં 74મો સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી જેમાં સંપૂર્ણ સોશિયલ ડિસ્ટન્સ સાથે તથા સંપૂર્ણ કોવીડ 19ની સાવચેતી સાથે ધ્વજવંદન કરવામા આવ્યું સાંપ્રત મહામારી ના કારણે ગામ ના આગેવાનો અને સરકારી પ્રાથમિક શિક્ષકો તેમજ ઢસા જં. ના આંગણવાડી ના સ્ટાફ દ્વારા 74 મા સ્વાતન્ત્રીય પર્વની ઉજવણી કરવામાં આવી. જેમાં મુખ્ય મહેમાન ઢસા વીશી સરપંચ ભરતભાઈ કટારીયા ધ્વજવંદન ફરકાવી ને કોરોના ની સાવચેતી તથા સરકાર ના કાર્યક્રમો ની જાણ કરી અહીં ઉલ્લેખનીય છે કે ઢસા જં. માં એક પણ કોવિડ 19નો કેસ નથી. ઢસા વીશી ના સભ્ય કમલેશભાઈ ગઢવી, ડૉક્ટર મહીપતભાઈ ખેર તેમજ વિપુલભાઈ વાઘેલા, ભૂતપૂર્વ આચાર્ય ગુણવંત ભાઈ તેમજ ઢસા જં. કન્યા શાળા અને કેન્દ્રવતી શાળા ના તમામ શિક્ષક સ્ટાફે હાજરી આપી હતી અને આવનારા તમામ લોકોનો આચાર્ય મધુભાઈ પરમાર દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો.

રિપોર્ટર : આસિફ રાવાણી, ગઢડા

Related posts

Leave a Comment