ગોધરા ,
ગોધરા ભયમ મહિલા હેલ્પલાઇન ૧૮૧ ગોધરા દ્વારા મહિલા સશક્તિકરણ પખવાડિયાના ભાગરૂપે શ્રમજીવી મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ટીમ દ્વારા મહુલીયા ગામમાં માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ટીમ દ્વારા ગ્રામજનોને માતા, બહેન, પત્ની કે દીકરીના સ્વરૂપે ગૃહ સંભાળ રાખતી દરેક મહિલાનો આભાર માનવો જોઈએ કેમકે તેમને કોઈ આર્થિક વળતર આપતું નથી. આ ઉપરાંત જેઓ પરિવાર માટે આર્થિક પ્રવૃતિઓમાં જોડાયા છે તેવા ખેતમજુર મહિલાઓ, બાંધકામ ક્ષેત્રે કામ કરતી મહિલાઓ, જંગલ આધારિત પેદાશો દ્વારા રોજગારી મેળવતી મહિલાઓ, પશુપાલન અને ખેતી સાથે જોડાયેલ મહિલાઓનું પરિવાર અને સમાજના કલ્યાણમાં પ્રદાન વિશે સમજાવી તેમને માન અને સુરક્ષા પુરી પાડવા અંગે સમજણ આપી હતી.
રિપોર્ટર : વસીમ જમસા, ગોધરા
