વડાપ્રધાન ના પ્રધાનમંત્રી આવાસ યોજનાના ઈ-લોકાર્પણ કાર્યક્રમની ઉજવણી અન્વયે કચ્છ જિલ્લામાં વિવિધ પ્રવૃતિઓનું આયોજન  સહિત અનેક પ્રવૃતિઓ યોજાઈ વડાપ્રધાન કચ્છ જિલ્લામાં કુલ ૧૮૩ આવાસનું ઈ-લોકાર્પણ કરશે

હિન્દ  ન્યુઝ, ભુજ       વડાપ્રધાન ના વરદ હસ્તે પ્રધાનમંત્રી આવાસ યોજના(ગ્રામીણ) અંતર્ગત ૩૦ સપ્ટેમ્બર, ૨૦૨૨ના રોજ બનાસકાંઠા જિલ્લાના અંબાજી ખાતે લાભાર્થીઓ દ્વારા બનાવવામાં આવેલા ૧૫૦૦૦ આવાસોના વર્ચ્યુઅલ લોકાર્પણનો કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમ અંતર્ગત કચ્છ જિલ્લાના ૧૮૩ આવાસોનું પણ લોકાર્પણ કરાશે. જે પૈકી ૦૯ એવા આવાસોમાં ગૃહપ્રવેશ દરમિયાન થતી વિવિધ પ્રવૃત્તિઓનું અંબાજી,બનાસકાંઠા ખાતે જીવંત પ્રસારણ થશે. વડાપ્રધાન ની કચ્છ પ્રત્યેની વિશેષ લાગણી હોઈ જિલ્લાના ૦૨ લાભાર્થીઓ સાથે વડાપ્રધાન અંબાજીથી સીધો સંવાદ કરશે.       આ લોકાર્પણ કાર્યક્રમને ઉત્સવ તરીકે ઉજવવા માટે સરકારની અન્ય યોજનાઓ દ્વારા તા.૨૭થી ૨૯ સપ્ટેમ્બર,૨૦૨૨…

Read More

શાળામાં ફાયર સેફ્ટી અંગે મોકડ્રીલ યોજાઈ

હિન્દ ન્યુઝ, રાજકોટ       રાજકોટ મહાનગરપાલિકાની ફાયર એન્ડ ઈમરજન્સી શાખા દ્વારા તા.૨૭-૦૯-૨૦૨૨ ના રોજ શહેરની શ્રીમતિ સરોજીની નાયડુ ગર્લસ હાઇસ્કુલ, રવેચી હોટલ પાસે, કૃષ્ણનગર મેઇન રોડ માં ફાયર સેફટી અંગે મોકડ્રીલનું આયોજન કરવામાં આવેલ હતું.      ઉપરોક્ત મોકડ્રીલ દરમ્યાન શાળામાં પ્રિન્સીપાલ, શિક્ષકો તેમજ શાળાના તમામ સ્ટાફને ફાયર એન્ડ ઈમરજન્સી વિભાગના સ્ટેશન ઓફિસર એમ.કે.જુણેજા તથા લીડીંગ ફાયરમેન અને ફાયરમેન સહિતના સ્ટાફ દ્વારા શાળામાં આગ લાગે ત્યારે શું કરવું અને શું ન કરવું જોઇએ ? તેમજ આગ બુઝાવવા માટેનાં સાધનો તથા ફાયર એક્ષ્સ્ટીંગ્યુસરનો ઉપયોગ કેવી રીતે કરવો અને વિદ્યાર્થીઓને…

Read More

મનપા દ્વારા નાના મવા રોડ પર ભીમનગર સર્કલ ખાતે બનાવવામાં આવેલ આવાસ યોજનાની ૨૩ દુકાનોની હરાજી: રૂ./- ૧૫.૫૮ કરોડની આવક: મ્યુનિ. કમિશનરશ્રી અમિત અરોરા

હિન્દ ન્યુઝ, રાજકોટ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નાના મવા રોડ પર ભીમનગર સર્કલ ખાતે બનાવવામાં આવેલ આવાસ યોજનાની ૨૩ દુકાનોની હરરાજી તારીખ: ૨૯-૦૯-૨૦૨૨ ના રોજ કરવામાં આવી હતી. તમામ દુકાનોનું હરરાજી દરમ્યાન વેંચાણ થયેલ છે. આ દુકાનોની હરરાજીથી મહાનગરપાલિકાને કુલ રૂ. ૧૫.૫૮ કરોડની આવક થયેલ છે. આ હરરાજીમાં એક દુકાનની હાઈએસ્ટ કીમત રૂ. ૯૧.૩૦ લાખ મળેલ છે, જેમાં અપસેટ પ્રાઈસ રૂ. ૩૩.૬૦ લાખ રાખવામાં આવેલ હતી, તેમ મ્યુનિ. કમિશનરશ્રી અમિત અરોરાએ જણાવેલ હતું. આ જાહેર હરરાજીમાં કુલ ૪૮૩ અરજદારોએ ભાગ લીધો હતો.

Read More

સર્વેક્ષણ-૨૦૨૩ અંતર્ગત શહેરના પ્રતિષ્ઠિત નાગરિકોને બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા

હિન્દ ન્યુઝ, રાજકોટ               ભારત આઝાદીના ૭૫ વર્ષ તેમજ ભારતના વિકાસ અને સિધ્ધીની ઉજવણીના  ભાગરૂપે આઝાદી કા અમૃત મહોત્સવ તથા કલીન ઇન્ડીયા પોગ્રામ ઉજવવામાં આવી રહ્યો છે. આ ઉજવણીના ભાગરૂપે સ્વચ્છ ભારત મિશન ૨.૦ અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકાની સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા શહેરીજનોમાં સ્વચ્છતા પ્રત્યે જન-જાગૃતિ આવે તે અને આગામી સ્વચ્છતા સર્વેક્ષણ-૨૦૨૩માં શહેરનું અગ્રીમ સ્થાન આવે તે માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના પ્રતિષ્ઠિત વ્યક્તિઓને બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કરવામાં આવે છે. જે સબબ આ વર્ષે પણ સર્વેક્ષણ-૨૦૨૩ અંતર્ગત નીચે મુજબના શહેરના પ્રતિષ્ઠિત નાગરિકોને બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કરવામાં આવેલ છે.…

Read More