શાળામાં ફાયર સેફ્ટી અંગે મોકડ્રીલ યોજાઈ

હિન્દ ન્યુઝ, રાજકોટ

      રાજકોટ મહાનગરપાલિકાની ફાયર એન્ડ ઈમરજન્સી શાખા દ્વારા તા.૨૭-૦૯-૨૦૨૨ ના રોજ શહેરની શ્રીમતિ સરોજીની નાયડુ ગર્લસ હાઇસ્કુલ, રવેચી હોટલ પાસે, કૃષ્ણનગર મેઇન રોડ માં ફાયર સેફટી અંગે મોકડ્રીલનું આયોજન કરવામાં આવેલ હતું.

     ઉપરોક્ત મોકડ્રીલ દરમ્યાન શાળામાં પ્રિન્સીપાલ, શિક્ષકો તેમજ શાળાના તમામ સ્ટાફને ફાયર એન્ડ ઈમરજન્સી વિભાગના સ્ટેશન ઓફિસર એમ.કે.જુણેજા તથા લીડીંગ ફાયરમેન અને ફાયરમેન સહિતના સ્ટાફ દ્વારા શાળામાં આગ લાગે ત્યારે શું કરવું અને શું ન કરવું જોઇએ ? તેમજ આગ બુઝાવવા માટેનાં સાધનો તથા ફાયર એક્ષ્સ્ટીંગ્યુસરનો ઉપયોગ કેવી રીતે કરવો અને વિદ્યાર્થીઓને તથા અન્ય સ્ટાફને કઇ રીતે બચાવવા તે અંગે મોકડ્રીલનું આયોજન કરવામા આવેલ.

Related posts

Leave a Comment