વેરાવળ ખાતે પાંચ દિવસીય પ્રાદેશિક મેળાનો પ્રારંભ: સખીમંડળની બહેનોએ બનાવેલ કલાત્મક વસ્તુઓથી જિલ્લા વિકાસ અધિકારી પ્રભાવિત

હિન્દ ન્યુઝ, ગીર-સોમનાથ

          સોમનાથ જિલ્લાની સખીમંડળની બહેનો દ્વારા બનાવેલ કલાત્મક વસ્તુઓ વધુ પ્રચલિત બને અને અને સાથે જ તેમને રોજગારી મળી રહે તેવા ઉમદા આશય સાથે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા આયોજિત પાંચ દિવસીય પ્રાદેશિક મેળાનો જિલ્લા વિકાસ અધિકારી રવીન્દ્ર ખતાલેએ પ્રારંભ કરાવ્યો હતો. આ પાંચ દિવસીય પ્રદર્શન સહ વેચાણ મેળાના માધ્યમથી સખીમંડળની બહેનોને આર્થિક રીતે પગભર બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.

વેરાવળની લોહાણા સમાજની વાડી ખાતે રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અને આઝાદી કા અમૃત મહોતસ્વ અંતર્ગત આયોજિત આ મેળામાં ગ્રામ્ય વિસ્તારની બહેનો દ્વારા ઉત્પાદિત ખાસ કરીને દિવાળી પર્વ માટે ગૃહ સુશોભનની જુદી-જુદી વસ્તુઓ તેમજ ઓર્ગેનિક કોસ્મોટિક બનાવટો, અગરબત્તી, શરબત, ગાયના છાણ તથા ગૌ-મૂત્ર અને ઔષધિઓમાંથી બનાવેલ અર્ક, સિલ્કના દોરા અને ખીલી વડે હાથ બનાવટની ફોટોફ્રમ, ફેન્ડીક્રફ્ટની જુ્દી-જુદી વસ્તુઓનુ પ્રદર્શન સહ વેચાણ સવારે ૯ કલાકથી સાંજના ૯ કલાક સુધી કરવામાં આવી રહ્યું છે.

આ કલાત્કમ વસ્તુઓ નિહાળી જિલ્લા વિકાસ અધિકારી રવીન્દ્ર ખતાલે પ્રભાવિત થઈ, તેમણે સખીમંડળની બહેનો પાસેથી જુદી-જુદી બનાવટોની વિગતો મેળવી, મહિલાઓને આર્થિક રીતે પગભર બનવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. આ વેળાએ તેમની સાથે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી એસ. જે. ખાચર સાથે રહ્યા હતા.

આ પ્રાદેશિક મેળામાં તાલાળા, સુત્રાપાડા, બોરવાવ, રમળેચી, બાદલપરા, આલીધ્રા, દામલી, સીંગસર સહિતના ગામોની સખીમંડળની બહેનો દ્વારા ૨૫ જેટલા સ્ટોલના માધ્યમથી સ્વઉત્પાદિત જુદી-જુદી કલાત્મક વસ્તુઓનુ પ્રદર્શન સહ વેંચાણ કરવામાં આવી રહ્યું છે.

Related posts

Leave a Comment