હિન્દ ન્યુઝ, માંગરોળ
માંગરોળ ખાતે એન.બી.શેખ સ્કુલમા જુનાગઢના ખ્યાતનામ ત્રિમુર્તી હોસ્પીટલ ના સ્પેશ્યાલીસ્ટ ડોકટરો તેમજ વિવિઘ ડોકટરોની ટીમ દ્રારા નિ:શુલ્ક નિદાન કેમ્પ યોજાયો, જેમાં માંગરોળના યુવાનોની ટીમ દ્રારા આરોગ્ય કેમ્પ યોજાયો હતો. જેમાં ૪૦૦ કરતા વઘુ દર્દીઓએ લાભ લીઘો હતો. આ કેમ્પ ની વિશેષતા એ હતીકે ફ્રી એન્ડોસ્કોપી, આર એફ સી ટેસ્ટ, બી એમ ડી ટેસ્ટ મફત કરવામાં આવ્યું હતું. જેનું ખર્ચ ૨ હજારથી પાંચ હજાર જેટલો હોય છે. આ કેમ્પ ની શરુઆત પહેલા ઉપસ્થિત ડોકટર ડી પી ચીખલીયા, પુર્વ ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠીયા, પાલીકા પ્રમુખ મો. હુશેન ઝાલા, જાણીતા વકીલ કાનભાઈ ચાવડા, મનીષ ગોહેલ ડો ધોલીયા, સહીતનાઓનુ સ્વાગત કરવામાં આવ્યું હતું, આ કેમ્પમાં ડો.ચીખલીયા, ડો.અમિત ભુવા, ડો.પ્રતિક ટાંક, ડો.તન્વી કાચા, ડો.પુજા નંદાણીયા સહીત વિવિઘ નિષ્ણાતોએ પોતાની સેવા આપી હતી. આ કેમ્પ સફળ બનાવવા યુવાનોની ટીમે ભારે જહેમત ઉઠાવી હતી.
રિપોર્ટર : આમદ બી, માંગરોળ