હિન્દ ન્યુઝ, ગીર-સોમનાથ
સાંસદ રાજેશભાઈ ચૂડાસમાના અનુદાનમાંથી વેરાવળ અને ઉના નગરપાલિકાને એક-એક એમ્બ્યુલન્સ ફાળવવામાં આવી છે. આ બેન્ને દર્દીવાહિનીને વેરાવળ સરકારી હોસ્પિટલ ખાતેથી સાંસદ રાજેશભાઈ ચૂડાસમાએ રાજ્ય બીજ નિગમના પૂર્વ ચેરમેન રાજશીભાઇ જોટવા સહિતના મહાનુભાવોની ઉપસ્થતિમાં લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. અંદાજે ૧૯.૯૯ લાખની એક ઓક્સિજન સહિતની સુવિધાયુક્ત લાઈફ સેવિંગ સી-ટાઈપ દર્દીવાહિની મળવાથી લોકોની આરોગ્યલક્ષી સુવિધામાં વધારો થયો છે.
આ દર્દીવાહિનીના લાકાર્પણ પ્રસંગે પ્રદેશ મંત્રી ઝવેરીભાઇ ઠકરાર, નગરપાલિકા પ્રમુખ પીયુષભાઇ ફોફંડી, તાલુકા ભાજપ પ્રમુખ સરમણભાઇ સોલંકી, જિલ્લા વિકાસ અધિકારી રવીન્દ્ર ખતાલે, અગ્રણી બચુભાઇ વાજા, સરકારી હોસ્પિટલ સુપ્રીટેન્ડેન્ટ ડો.જિજ્ઞેશ પરમાર, ડો.અરૂન રોય, ડો.બામરોટીયા અને નગરપાલિકાના સદસ્યઓ ઉપસ્થિત રહ્યા હતા.