જિલ્લા અને ૪ મહાનગરપાલિકા વિસ્તારના ૧૫ થી ૨૯ વયજૂથના સ્પર્ધકો અલગ અલગ કૃતિઓ રજૂ કરશે

હિન્દ ન્યુઝ, ગીર-સોમનાથ

રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર અને જિલ્લા યુવા વિકાસ અધિકારી કચેરી (રમત ગમત કચેરી)ના સયુંકત ઉપક્રમે સૌરાષ્ટ્ર પ્રદેશકક્ષા યુવા ઉત્સવ- ૨૦૨૧નું આયોજન કરવામાં આવ્યું છે. આ યુવા ઉત્સવ પ્રભાસ-પાટણ-વેરાવળની સેન્ટ મેરી હાઈસ્કૂલ ખાતે તા. ૨૮ અને તા. ૨૯ ઓકટોબર નાં રોજ યોજાશે.

આ સ્પર્ધામાં સૌરાષ્ટ્રના ૮ જિલ્લા અને ૪ મહાનગરપાલિકા વિસ્તારના ૧૫ થી ૨૯ વય જૂથના કલાકારો અલગ અલગ કૃતિઓ રજુ કરશે. જેમાં સમૂહગીત, લગ્નગીત, લોકવાર્તા, દોહછંદ ચોપાઇ, નિબંધ, પાદપૂર્તિ, ગઝલ શાયરી, કાવ્ય લેખન, ચિત્રકલા, સર્જનાત્મક, ભજન, હળવુ કંઠ્ય સંગીત, એકપાત્રીય અભિનય, વકતૃત્વ, લોકવાદ્ય સંગીતની સ્પર્ધાઓનો સમાવેશ થાય છે. તેમ યુવા વિકાસ અધિકારી ગીર-સોમનાથની યાદીમાં જણાવાયું છે.

Related posts

Leave a Comment