રાજુલા શહેરમાં પવિત્ર શ્રાવણ માસનાં બીજા સોમવારે રાજુલા શિવાલયોમાં ભક્તોની ભારે ભીડ

હિન્દ ન્યુઝ, રાજુલા

રાજુલા શહેરમાં પવિત્ર શ્રાવણ માસનો બીજા સોમવારે રાજુલા શિવાલયોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી તેમજ રાજુલાનું પૌરાણિક ઐતિહાસિક કુંભનાથ સુખનાથ મહાદેવ મંદિર અને કોટેશ્વર મંદિર સવારથી જ ભાવે ભક્તો ઉમટી પડ્યા હતા તેમજ શિવજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી તેમજ રાજુલા બાયપાસ રોડ પર આવેલું કોટેશ્વર મહાદેવ મંદિર શ્રાવણ મહિનાના પહેલા સોમવારથી જ અલગ અલગ બાર જ્યોતિર્લિંગ માંથી પહેલા સોમવારે સોમનાથ દાદાના શિવલિંગ બનાવી ભાવીભક્તોને દર્શન કરાવ્યા હતાં તેમજ બીજા સોમવારે બાર જ્યોતિર્લિંગના દર્શન રાખેલ હોય આવતા સોમવાર સુધી બહાર જ્યોતિર્લિંગ ના દર્શન ભાવીભક્તો કરી શકશે તેવું મંદિરના પૂજારીએ જણાવેલ. ત્રીજા સોમવારે કઠોળ અથવા અમરનાથ બાબાને શિવલિંગ બનાવે તેવું પણ જણાવેલ હતું. કોટેશ્વર મહાદેવ મંદિરના પૂજારીએ જણાવેલ કે રાજુલા શહેરના ભાવીભક્તો આ શિવલિંગ નાં અચૂક દર્શન નો લાભ લે.

રિપોર્ટર : સુભાષ સળખણા, રાજુલા

Related posts

Leave a Comment