રાષ્ટ્રીય સંત શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબના જન્મદિન નિમિત્તે માનવતા મહોત્સવમાં હાજરી આપતા વિધાનસભા અધ્યક્ષા ડૉ. નીમાબેન આચાર્ય

હિન્દ ન્યુઝ, ભુજ          આજરોજ એસપીએમ પરિવાર દ્વારા આયોજિત પુનડી ખાતેના ચાતુર્માસ પ્રસંગમાં નમ્રમુનિ મહારાજ સાહેબના જન્મદિનની ઉજવણી માનવતા મહોત્સવ તરીકે કરવામાં આવી હતી. વિધાનસભાના અધ્યક્ષા ડૉ. નીમાબેન આચાર્યે ઉપસ્થિત રહીને રાષ્ટ્રીય સંત શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબના વચનોનું શ્રવણ કર્યું હતું. મહારાજ સાહેબની પ્રેરણાથી અધ્યક્ષાએ વિશિષ્ટ મહાનુભાવોનું આ પ્રસંગે સન્માન પણ કર્યું હતું. આ પ્રસંગે અધ્યક્ષા ડૉ.નીમાબેન આચાર્યે માનવતા મહોત્સવ નિમિત્તે વિવિધ સેવાના કાર્યોમાં દાન આપનારા દાતાઓને વંદન કર્યા હતા. પ્રાણીઓની સારવાર માટે શરૂ કરવામાં આવેલી અનુકંપા એમ્બ્યુલન્સને લઈને અધ્યક્ષાએ આનંદની લાગણી વ્યક્ત કરી હતી. વધારેમાં વધારે…

Read More

સર્વ સમાજ આયોજિત બેઠકમાં ઉપસ્થિત રહેતાં ગૃહરાજ્ય મંત્રી

હિન્દ ન્યુઝ,  ભાવનગર       ગૃહ રાજ્ય મંત્રી હર્ષભાઇ સંઘવી આજે તેમના ભાવનગર ખાતેના વિવિધ કાર્યક્રમો પતાવીને નારી પાસે આવેલ ઓમ પાર્ટી પ્લોટ ખાતે સર્વ સમાજ આયોજિત બેઠકમાં પહોચ્યાં હતાં. મારૂતિ ઇમ્પેક્ષ દ્વારા પ્રાયોજિત આ સમૂહ લગ્નમાં આશરે ૧,૧૦૦ દિકરીઓના લગ્ન આયોજિત થવાનાં છે. જવાહર મેદાન આયોજિત આ લગ્નનું મોટાપાયા પર આયોજન કરવાં માટે સમાજના આગેવાનો એકઠાં થયાં હતાં તેમની વચ્ચે બંન્ને મંત્રીઓ શુભેચ્છા મુલાકાતે પહોંચ્યાં હતાં. તેમણે રાજ્ય સરકાર દ્વારા સમૂહ લગ્નને પ્રોત્સાહન આપીને બીનજરૂરી ખર્ચ ઘટાડવાં અને દેખાદેખીથી થતાં ખર્ચને ઘટાડવાં માટે આવાં સમૂહ લગ્નો આવશ્યક છે તેમ…

Read More

ટાઉન હોલ ખાતે આચાર્ય ભગવંતશ્રી નિર્મળચંદ્ર સુરીશ્વરજી મહારાજના આશિર્વાદ મેળવતાં ગૃહ રાજ્ય મંત્રી અને શિક્ષણ મંત્રી

હિન્દ ન્યુઝ, ભાવનગર         ભાવનગરની એક દિવસીય ઉડતી મુલાકાતે પધારેલાં હર્ષભાઇ સંઘવીએ આજે વડાપ્રધાનની મુલાકાત સંદર્ભે વિવિધ તૈયારીઓનું નિરીક્ષણ કર્યા બાદ મોતીબાગ ખાતે આવેલાં ટાઉન હોલ ખાતે શ્રી ભાવનગર જૈન મૂર્તિપૂજક ત.પા. સંઘ આયોજિત ૧૦૦૦ વર્ષીતપ આરાધના મહોત્સવમાં પહોંચ્યાં હતાં. આ તકે હર્ષભાઇ સંઘવી અને શિક્ષણ મંત્રીએ તપસ્વીઓના આ વર્ષીતપને વધાવી આચાર્ય નિર્મળચંદ્ર સુરીશ્વરજી મહારાજ અને કલ્પચંદ્ર સુરીશ્વરજી મહારાજના દર્શન કરીને આશિર્વાદ મેળવ્યાં હતાં. ગૃહ મંત્રીએ તપસ્વીની આરાધના શુભ થવાની શુભકામનાઓ સાથે તપસ્વી દિકરીએ મીઠાઇ ખવડાવી પારણાં કરાવ્યાં હતાં. તેમની સાથે સાંસદ શ્રીમતી ડો. ભારતીબેન શિયાળ, ધારાસભ્ય…

Read More

ગૃહ મંત્રી અને શિક્ષણ મંત્રીએ બાસ્કેટ બોલને નેટમાં નાંખીને ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો

હિન્દ ન્યુઝ, ભાવનગર વડાપ્રધાનની મુલાકાત સંદર્ભે રોડ- શો અને જવાહર મેદાન ખાતે તૈયારીઓનું નીરિક્ષણ કર્યાં બાદ ગૃહ રાજ્ય મંત્રી હર્ષભાઇ સંઘવી અને શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણીએ સીદસર સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ ખાતે બાસ્કેટ બોલ કોર્ટ પર જઇને બાસ્કેટ બોલની નેટમાં ગોલ કરીને ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો. પદાધિકારીઓ સાથે જિલ્લાના વરિષ્ટ અધિકારીઓ એવાં કલેક્ટર યોગેશ નિરગુડે, આઇ.જી. અશોકકુમાર યાદવ, જિલ્લા વિકાસ અધિકારી ડો. પ્રશાંત જિલોવા, આર.સી.એમ. અજય દહિંયા, એસ.પી. ડો. રવિન્દ્ર પટેલ સહિતના અધિકારીઓએ બાસ્કેટ બોલનો ગોલ કરીને પોતાની રમત ક્ષમતાનો પરિચય કરાવ્યો હતો. પદાધિકારીઓ અને અધિકારીઓના આ પ્રયત્નને ખેલાડીઓએ તાળીઓથી વધાવી લીધો…

Read More

સીદસર ખાતે સ્પોર્ટસ કોમ્પ્લેક્ષની મુલાકાત લેતાં ગૃહ રાજ્યમંત્રી

હિન્દ ન્યુઝ, ભાવનગર       નેશનલ ગેમ્સ અંતર્ગત ભાવનગર ખાતે પણ વોલીબોલ, બાસ્કેટ બોલ અને નેટબોલની રમત રમાવાની છે ત્યારે ગૃહ સાથે રમત-ગમત વિભાગના રાજ્યમંત્રી એવાં હર્ષભાઇ સંઘવીએ ભાવનગરના સીદસર ખાતે આવેલ સ્પોર્ટસ કોમ્પ્લેક્ષની મુલાકાત લઇને તૈયારીઓની સમીક્ષા કરી તૈયારીઓનું નીરિક્ષણ કર્યું હતું. શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણી અને મહાનુભાવો પણ આ તકે તેમની સાથે જોડાયાં હતાં. તેમની આ મુલાકાતમાં તેમની સાથે સાંસદ શ્રીમતી ડો. ભારતીબેન શિયાળ, ધારાસભ્ય ભીખાભાઇ બારૈયા, જિલ્લા ભા.જ.પા.ના અધ્યક્ષ મુકેશભાઇ લંગાળિયા, શહેર ભા.જ.પા. અધ્યક્ષ ડો. રાજીવભાઇ પંડ્યા, મ્યુનિસિપલ કમિશનર એન.વી. ઉપાધ્યાય, કલેક્ટર યોગેશ નિરગુડે, આઇ.જી. અશોકકુમાર…

Read More

વડાપ્રધાનના વંદન કરવાં અને તેમને આશિર્વાદ આપવાં માટે હજારોની જનમેદની ભાવનગરમાં ઉમટી પડવાની છે- ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઇ સંઘવી

હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગરની વડાપ્રધાનની ભાવનગરની મુલાકાત સંદર્ભે ભાવનગરની ઉડતી મુલાકાતે આવેલાં ગૃહ રાજ્યમંત્રીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે, ભાવનગરની જનતા વડાપ્રધાનશ્રીના વંદન કરવાં અને તેમને આશિર્વાદ આપવાં માટે એટલી મોટી સંખ્યામાં ઉમટી પડવાની છે કે, આજે બાંધેલો ડોમ પણ ટૂંકો પડી જશે તેટલો જનશૈલાબ ઉમટી પડવાનો છે. તેમણે વધુમાં ઉમેર્યું કે, વડાપ્રધાનશ્રીના વધામણાં કરવાનો અનોખો ઉત્સાહ દેખાઇ આવે છે. તંત્ર દ્વારા પણ રાત- દિવસ મહેનત કરીને આ અવસરને દિપાવવાં માટે જે મહેનત કરવામાં આવી રહી છે તેનાથી તેમણે સંતોષ વ્યક્ત કર્યો હતો. આ ઉપરાંત નવરાત્રી અંગે તેમણે જણાવ્યું કે,…

Read More

વડાપ્રધાનના રોડ-શો ના માર્ગ તથા સભા સ્થળની સુરક્ષા અને તૈયારીઓનું નિરીક્ષણ કરતાં શિક્ષણ મંત્રી અને ગૃહ રાજ્યમંત્રી

હિન્દ ન્યુઝ, ભાવનગર          ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી તા. ૨૯ મી સપ્ટેમ્બરના રોજ ભાવનગરની એક દિવસીય મુલાકાતે પધારી રહ્યાં છે. વડાપ્રધાન ભાવનગરમાં જંગી મેદનીને સંબોધવાના છે. આ ઉપરાંત તેઓ એક રોડ- શોમાં પણ કરવાના છે. શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણી અને ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઇ સંઘવીએ આજે બપોરે મહિલા કોલેજ થી રૂપાણી સર્કલ સુધી વડાપ્રધાનના રોડ- શો ના માર્ગ પર સુરક્ષા વ્યવસ્થા તેમજ વિવિધ તૈયારીઓનું નિરીક્ષણ કર્યું હતું. બંન્ને મંત્રીઓ રોડ પર આવતાં વિવિધ સર્કલો ખાતે શહેરમાં વડાપ્રધાનને જોવાં અને સાંભળવાં આવનાર લોકોની વ્યવસ્થા, વિવિધ સજાવટ, પરંપરાગત રીતે સ્વાગત,…

Read More

ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઇ સંઘવીનું ભાવનગર એરપોર્ટ પર ભાવપૂર્ણ સ્વાગત

હિન્દ ન્યુઝ, ભાવનગર         ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઇ સંઘવી ભાવનગર ખાતે વડાપ્રધાનની મુલાકાત સંદર્ભે સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા માટે ભાવનગર એરપોર્ટ ખાતે આવી પહોંચતાં સાંસદ શ્રીમતી ડો. ભારતીબેન શિયાળ, જિલ્લા પંચાયતના પ્રમુખ ભરતસિંહ ગોહિલ સહિતના મહાનુભાવોએ ભાવપૂર્ણ સ્વાગત કર્યું હતું. એરપોર્ટ પર ગૃહરાજ્યમંત્રીએ પોલીસ જવાનો દ્વારા ગાર્ડ ઓફ ઓનર પણ આપવામાં આવ્યું હતું.        મંત્રીનું સ્વાગત કરવાં માટે ધારાસભ્ય ભીખાભાઇ બારૈયા, જિલ્લા ભા.જ.પા.ના અધ્યક્ષ મુકેશભાઇ લંગાળિયા, શહેર ભા.જ.પા. અધ્યક્ષ ડો. રાજીવભાઇ પંડ્યા, મ્યુનિસિપલ કમિશનર એન.વી. ઉપાધ્યાય, કલેક્ટર યોગેશ નિરગુડે, આઇ.જી. અશોકકુમાર યાદવ, જિલ્લા વિકાસ અધિકારી ડો. પ્રશાંત જિલોવા,…

Read More

૩૬ મી નેશનલ ગેમ્સમાં નેટબોલના ડેવલોપમેન્ટ કમિટીના ચેરમેન, ખેલાડીઓઓ સહિતનાંએ આવતીકાલની ગેમ્સને લઈ વ્યવસ્થા અંગે સંતોષ વ્યક્ત કર્યો

હિન્દ ન્યુઝ, ભાવનગર ૩૬ મી નેશનલ ગેમ્સના ભાગરૂપે ભાવનગર ખાતે રમાનારી સ્પર્ધાઓમાં નેટબોલની સ્પર્ધા આવતીકાલે એટલે કે, ૨૬ મી સપ્ટેમ્બર, સોમવારથી શરૂ થશે. પુરુષોના વિભાગમાં આઠ ટીમો અને મહિલા વિભાગમાં આઠ ટીમો ભાગ લઈ રહી છે. પુરૂષ વિભાગમાં હરિયાણા , ગુજરાત , પંજાબ અને મધ્યપ્રદેશને પૂલ – એમાં અને તેલંગાણા , દિલ્હી , કેરળ અને બિહારને પૂલ – બી માં મૂકવામાં આવ્યાં છે . મહિલા વિભાગમાં હરિયાણા, બિહાર, હિમાચલ પ્રદેશ અને તેલંગાણાને પૂલ – એ માં જ્યારે દિલ્હી , કર્ણાટક, પંજાબ અને ગુજરાતને પૂલ – બી માં મૂકવામાં આવ્યાં છે.…

Read More

૩૬મી નેશનલ ગેમ્સમાં નેટબોલ ટુર્નામેન્ટનો ભાવનગરમાં આજથી પ્રારંભ

હિન્દ ન્યુઝ, ભાવનગર      ૩૬ મી નેશનલ ગેમ્સ નો આજ થી તા. ૨૬ /૯/૨૦૨૨ થી ભાવનગરમાં સીદસર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે નેટબોલ ટુર્નામેન્ટનો પ્રારંભ થઇ રહ્યો છે. નેટબોલ ટૂર્નામેન્ટની બધી ટીમો ભાવનગર ખાતે પહોંચી ગઈ છે. નેટબોલ ટુર્નામેન્ટમાં તા. ૨૬ ના રોજ સવારે ૭ વાગ્યે ઉદ્ઘાટન સમારોહ બાદ મેચનો પ્રારંભ સવારે ૮ વાગ્યા થી કરવામાં આવશે. પુરુષ વર્ગમાં તા. ૨૬ ના રોજ સવારે ૮ વાગ્યે પુલ-એ માં ગુજરાત સામે હરિયાણા, સવારે ૯.૩૦ વાગ્યે પુલ-બી માં તેલંગાણા સામે દિલ્હી, બપોરે ૨.૩૦ વાગ્યે પુલ-એ માં પંજાબ સામે મધ્યપ્રદેશ તેમજ સાંજે ૪ વાગ્યે…

Read More