નહેરુ યુવા કેન્દ્ર ભુજ દ્વારા આ મહિને યોજાનારા મેગા યુવા ઉત્સવમાં ભાગ લેવા અરજી કરવી

હિન્દ ન્યુઝ, ભુજ          ભારત સરકારના યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય અંતર્ગત ચાલતા નહેરૂ યુવા કેન્દ્ર સંગઠનમાં સપ્ટેમ્બર ૨૦૨૨ આ માસમાં મેઘા યુવા ઉત્સવ યોજનાર છે. જેમાં ૧૫ થી ૨૯ વર્ષની યુવક યુવતી અને જોડાવાની અમૂલ્ય તક છે.  જિલ્લા, રાજ્ય અને  રાષ્ટ્રીય સ્તરે પેન્ટિંગ, કવિતા લેખન, ફોટોગ્રાફી વર્કશોપ, વકતૃત્વ સ્પર્ધા, સાંસ્કૃતિક ડાન્સ અને ગાયન પ્રતિયોગિતામાં જોડાવવા માટે આજે  જિલ્લા યુવા વિકાસ અધિકારી શ્રી રચનાબેન વર્મા, બહુમાળી ભવન, રૂમ નંબર-૧૦૮, ગ્રાઉન્ડ ફ્લોર, ભુજના કાર્યાલય ખાતે સવારે ૧૦ થી સાંજના પ:00 વાગ્યા સુધી સંપર્ક કરીને અરજી આપી શકાશે. વિજેતા ટીમને કે વિજેતા વ્યક્તિને મેડલ અને પ્રમાણપત્ર આપવામાં આવશે અને તેમને રાજ્ય અને…

Read More