નેશનલ ગેમ્સમાં દેશભરમાંથી ૭૦૦૦થી વધુ ખેલાડીઓ ભાગ લેશે

હિન્દ ન્યુઝ, ભાવનગર મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વમાં ગુજરાતમાં પ્રથમવાર સપ્ટેમ્બર માસમાં ૩૬મી નેશનલ ગેમ્સ- ૨૦૨૨ યોજાનાર છે. જેના ભાગરૂપે આગામી તા.૧૨ થી ૧૬ સપ્ટેમ્બર દરમિયાન યુવાનો–વિદ્યાર્થીઓમાં રમતને વધુ પ્રોત્સાહન મળે તેમજ અન્ય નાગરિકો પણ તેમાં સહભાગી થાય તે હેતુથી નેશનલ ગેમ્સની થીમ “Celebrating Unity through Sports” આધારિત રાજ્યની તમામ કોલેજ, યુનિવર્સિટી અને શાળા કક્ષાએ ભવ્ય કાર્યક્રમોનું આયોજન કરાશે તેમ પ્રવક્તા મંત્રી જીતુભાઇ વાઘાણીએ જણાવ્યું હતું. પ્રવક્તા મંત્રીએ ગાંધીનગર ખાતે પત્રકાર પરિષદ સંબોધતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં યોજાનાર રાષ્ટ્રીય કક્ષાના ઐતિહાસિક રમતોત્સવમાં દેશભરમાંથી ૭,૦૦૦થી વધુ ખેલાડીઓ સહભાગી થશે. રમત-ગમતની પ્રવૃત્તિઓમાં પ્રત્યે…

Read More

બાળકો દ્વારા કરવામાં આવેલ ઉત્કૃષ્ઠ અને હિંમતભરી સારી કામગીરી બદલ અલગ-અલગ પ્રકારના બ્રેવરી એવોર્ડ માટે અરજીઓ મંગાવાઇ

હિન્દ ન્યુઝ, ભાવનગર ઇન્ડિયન કાઉન્સીલ ફોર ચાઇલ્ડ વેલ્ફેર, નવી દિલ્હી દ્વારા દર વર્ષે જે બાળકની ઉંમર ૬ થી ૧૮ વર્ષ સુધીની હોય તેવાં બાળકો દ્વારા કરવામાં આવેલ ઉત્કૃષ્ઠ અને હિંમતભરી સારી કામગીરી બદલ અલગ-અલગ પ્રકારના બ્રેવરી એવોર્ડ એનાયત કરવામાં આવે છે. આ એવોર્ડ તા. ૦૧-૦૭-૨૦૨૧ થી તા. ૩૦-૦૯-૨૦૨૨ દરમિયાન બાળકે કરેલ ઉત્કૃષ્ટ કામગીરીને આધારે આપવામાં આવે છે. આ માટેની અરજીઓ તા. ૧૫-૧૦-૨૦૨૨ સુધીમાં ઇન્ડિયન કાઉન્સીલ ફોર ચાઇલ્ડ વેલ્ફેર, નવી દિલ્હીને મોકલી આપવાની રહેશે તેમ પોલીસ મહાનિદેશક, (મહિલા સેલ), સી.આઇ.ડી.ક્રાઇમ, ગુજરાત રાજ્ય, ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે.

Read More

ભાવનગર મહાનગરપાલિકાની મુસદ્દારૂપ નગર યોજના નં. ૨૧ (રૂવા-વડવા)ને આખરી કરવાં માટે નગરરચના અધિકારી તરીકે ડી.કે. ભૂવાની નિમણૂંક

હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગર મહાનગરપાલિકાની મુસદ્દારૂપ નગર યોજના નં. ૨૧ (રૂવા-વડવા)ને આખરી કરવાં માટે નગરરચના અધિકારી તરીકે ડી.કે. ભૂવાની નિમણૂંક કરવામાં આવી છે. નગર નિયોજકના હોદ્દાની રૂએ તેઓએ તા.૦૫-૦૯-૨૦૨૨ ના રોજ આ હોદ્દો સંભાળી લીધો છે. આ બાબતે હીત ધરાવતી કે અસરગ્રસ્ત વ્યક્તિઓને ગુજરાત સરકારના રાજ્યપત્રમાં આ અધિસૂચના પ્રસિધ્ધ થયાનાં ૨૦ દિવસની અંદર તેમના વાંધા નગર રચના અધિકારીને જણાવવાના રહેશે. રૂવા-વડવાની નગરરચના અંગેના દસ્તાવેજો કચેરી સમય દરમિયાન નિરીક્ષણ કરી શકશે. આ ઉપરાંત કચેરીમાં દસ્તાવેજોની સમજૂતી આપવાની પણ વ્યવસ્થા કરવામાં આવેલ છે તેમ નગર રચના અધિકારી તથા પ્રવર નગર નિયોજક, ભાવનગર…

Read More

તા.૨૮ના રોજ ભાવનગર શહેરનો સ્વાગત-ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે

હિન્દ ન્યુઝ, ભાવનગર માન. મુખ્યમંત્રીનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ આગામી તા.૨૮/૦૯/૨૦૨૨ ના રોજ ૧૧:00 કલાકે સીટી મામલતદાર કચેરી, વિદ્યાનગર, બી.પી.ટી.આઈ. સામે, ભાવનગર ખાતે જિલ્લા કલેક્ટર, ભાવનગરની અધ્યક્ષતામાં યોજાનાર છે. આ ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં સર્વિસ મેટર, નીતિવિષયક, કોર્ટ મેટર તથા સામૂહિક પ્રશ્નો સિવાયની અરજી / પ્રશ્ન રજુ કરતા પહેલા ભાવનગર શહેર સંબધિત કચેરીમાં અરજી કરેલી હોવી જોઈએ અને તે અનિર્ણીત હોવી જોઈએ. આ કાર્યક્ર્મમાં અરજદારે જાતે રૂબરૂ હાજર રહી એક જ વિષય ને લગતી રજુઆત કરી શકશે. કોર્ટ મેટર અને નિતિ વિષયક કે સામુહીક રજુઆત કરી શકશે નહી. અરજદારઓ પાસેથી વિવિધ…

Read More

સિહોર ટાણા રોડ પર આવેલ ફાયરીંગ બટ વિસ્તારમાં જવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું બહાર પાડતા અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ

હિન્દ ન્યુઝ, ભાવનગર  ભાવનગર જિલ્લાના શિહોર ગામની સર્વે નં.૨૮૨ની સિહોર – ટાણા રોડની દક્ષિણ બાજુએ આવેલ જમીન કે જેનો ઉપયોગ હાલ ફાયરિંગ બટ માટે થાય છે. આ ફાયરિંગ બટ ખાતે આગામી તા.૦૫-૦૯-૨૦૨૨ થી તા.૦૭-૦૯-૨૦૨૨ તથા તા.૧૮-૦૯-૨૦૨૨ થી તા.૨૦-૦૯-૨૦૨૨ સુધી ૩ ગર્લ્સ ગુજરાત બટાલીયન એન.સી.સી., ભાવનગરનાં કેડેટનાં ટ્રેનિંગનાં ભાગરૂપે ફાયરીંગ પ્રેક્ટિસનું આયોજન કરવામાં આવેલ છે. જેથી જાનમાલની સલામતી ખાતર અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, ભાવનગર દ્વારા ઉપરોક્ત દિવસે ઉપરોક્ત વિસ્તારની આજુબાજુનાં ૧૦૦ મીટર સુધીનાં વિસ્તારમાં કોઈપણ શખ્સે પ્રવેશ કરવા તથા ઢોર ચરાવવા બાબતે પ્રતિબંધ મૂકતું જાહેરનામું બહાર પાડેલ છે. આ જાહેરનામાનો ભંગ કરનારને…

Read More

ગીર સોમનાથ જિલ્લા પશુપાલન વિભાગ લમ્પી સ્કીન ડીસીજને ડામવા સતત કાર્યરત

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ ગીર સોમનાથ જિલ્લામાં લમ્પી સ્કીન ડીસીઝ રોગને નાથવા પશુપાલન વિભાગ સતત કાર્યશીલ છે. હાલમાં ૧.૯૭ લાખ ઉપરાંત ગાય વર્ગના પશુઓમાં રસીકરણ પુર્ણ થયેલ છે. જિલ્લામા આજદીન સુધી કુલ ૧૪૮૪ પશુઓમા લમ્પી રોગ લાગુ પડેલ છે. તે પૈકી ૮૧૧ પશુઓ સાજા થયેલ છે અને ૬૨૦ પશુઓની હાલ સારવાર ચાલુ છે.             જિલ્લામા લમ્પી રોગને અટકાવવા માટે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી રામીબેન વાજા, કલેક્ટર, જિલ્લા વિકાસ અધીકારીશ્રી અને પશુપાલન નાયબ નીયામકશ્રી ની દેખરેખ હેઠળ જિલ્લામા પશુપાલન વિભાગની ટીમો કાર્યરત છે. જિલ્લામા લમ્પી રોગને અટકાવવા માટે અન્ય ૫(પાંચ) મોબાઇલ…

Read More

આટકોટ પો.સ્ટેના બળધોઇ ગામેથી ડીગ્રી વગરના ડોક્ટરને દવાના મોટા જથ્થા સાથે પકડી પાડતી એસ.ઓ.જી.બ્રાંચ

હિન્દ ન્યુઝ, આટકોટ મ્હે.પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડ દ્વાર રાજકોટ ગ્રામ્ય જીલ્લામાં ગેરકાયદેસર રીતે દવાખાનાઓ ખોલી બોગસ દસ્તાવેજો અને સર્ટીફીકેટ રાખી લોકોની જીંદગી સાથે છેડા કરતા બોગસ ડોક્ટરો સામે કાયદેસર કાર્યવાહી કરવા માટે સુચના કરવામાં આવેલ હોય જે અનુસંધાને એસ.ઓ.જી ઇ.ચા. પોલીસ ઇન્સપેક્ટર વી.વી.ઓડેદરા ના સીધા જ માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી સટાફના પો.હેડ કોન્સ હિતેષભાઇ અગ્રાવત તથા જયવીરસિંહ રાણા તથા પો.કોન્સ રણજીતભાઇ ધાધલ એમ બધા સાથે આટકોટ વિસ્તારમાં પેટ્રોલમાં હતા દરમ્યાન સયુક્ત બાતમી આધારે હકિકત મળેલ કે રાજદીપભાઇ જેશીંગભાઇ ડાંગર રહે મોટા દડવા તા.ગોંડલ જી.રાજકોટ વાળો કોઇપણ ડોક્ટરી સર્ટી વગર બળધોઇ ગામે…

Read More

જખૌ બંદર ખાતે માછીમારોના ચૂંટણીકાર્ડ બનાવવા  વહીવટી તંત્ર દ્વારા સર્વેની કામગીરી યોજાઈ

હિન્દ ન્યુઝ, ભુજ           તાજેતરમાં ભારતીય ચૂંટણીપંચ દ્વારા મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ-૨૦૨૨ જાહેર કરવામાં આવેલ છે. જે અન્વયે કોઈ ૫ણ મતદાર મત આ૫વાથી વંચિત ન રહી જાય તે માટે વહીવટી તંત્ર દ્વારા ઝુંબેશ સ્વરૂપે કામગીરી કરવામાં આવી રહી છે. અબડાસા તાલુકાના દરિયાઈ વિસ્તારમાં આવેલા મતદાન મથક જખૌ સોલ્ટમાં સમાવિષ્ટ જખૌ બંદરના તમામ માછીમારોના મતદાર યાદીમાં નામ દાખલ કરી ચૂંટણીકાર્ડ બનાવવા, નામ કમી કરાવવા, સુધારા કરાવવા ઝુંબેશ સ્વરૂપે કામગીરી હાથ ધરવામાં આવી હતી.          ભારતીય ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવેલ નવા સુધારા મુજબ ચૂંટણીકાર્ડને આધારકાર્ડ…

Read More