મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં જિલ્લાશિક્ષણાધિકારીની કચેરી, બોટાદ અને અનએકેડમી વચ્ચે એમ.ઓ.યુ.

હિન્દ ન્યુઝ, બોટાદ તરણેતરના મેળા ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં જિલ્લાશિક્ષણાધિકારીની કચેરી, બોટાદ અને અનએકેડમી વચ્ચે એમ.ઓ.યુ. કરવામાં આવ્યા હતાં.જે અંતર્ગત સાંસદ ડો.મહેન્દ્રભાઈ મુંજપરાના સંસદીય મતવિસ્તારમાં આવતા બોટાદ જિલ્લાના બરવાળા અને રાણપુર તાલુકાના ધોરણ ૯થી ૧૨ના પસંદ થયેલા વિદ્યાર્થીઓને અનએકેડમી એપ્લીકેશન દ્વારા સબસ્ક્રીપ્શન અને સ્કોલરશીપ આપવામાં આવશે. જેમાં બોટાદ જિલ્લાના રાણપુર અને બરવાળા તાલુકાના ધોરણ ૯થી ૧૨ના વિદ્યાર્થીઓમાંથી અનએકેડમી દ્વારા ટેસ્ટ લઈ ૬૭૦ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓને પસંદ કરી વિવિધ કોર્ષનું સબસ્ક્રીપ્શન નિ:શુલ્ક આપવામાં આવશે. વધુમાં ૬૭૦ જેટલી વિદ્યાર્થિનીઓને શિક્ષોદયા કાર્યક્રમ અંતર્ગત સબસ્ક્રીપ્શન નિ:શુલ્ક આપવામાં આવશે. અનએકેડમી દ્વારા વિદ્યાર્થીઓને ભવિષ્યમાં…

Read More

જાહેરનામું : બોટાદ/ગઢડા/બરવાળા નગરપાલિકાઓનાં વિસ્તારોમાં જાહેરમાર્ગો, ફુટપાથ તથા જાહેર સ્થળો ખાતે કોઈ પણ વ્યક્તિને ઘાસચારાનું વેચાણ કરવું નહીં કે જાહેરમાં ઘાસચારો નાખવો નહીં

હિન્દ ન્યુઝ, બોટાદ બોટાદ જિલ્લામાં વાહન ચાલકો અને જાહેર જનતાની સલામતી જળવાઈ રહે, ટ્રાફિક નિયમન થઈ શકે તેમજ મનુષ્યનાં જાન, સ્વાસ્થ્ય તથા સલામતી જળવાઈ રહે તે માટે જિલ્લા મેજિસ્ટ્રેટ બી.એ.શાહ દ્વારા બોટાદ/ગઢડા/બરવાળા નગરપાલિકા વિસ્તારમાં જાહેર રસ્તાઓ ઉપર ઘાસચારો નાખવા તથા વેચવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જિલ્લા મેજિસ્ટ્રેટ બી.એ.શાહ દ્વારા ફોજદારી કાર્યરીતી અધિનિયમની કલમ-૧૪૪ તેમજ ગુજરાત પોલીસ અધિનિયમની કલમ-૩૩(૧)(બી)(સી)થી મળેલી સત્તાની રૂએ ઉક્ત મુજબ અમલવારી કરવા ફરમાવ્યું છે. બોટાદ/ગઢડા/બરવાળા નગરપાલિકાઓનાં વિસ્તારોમાં જાહેરમાર્ગો, ફુટપાથ તથા જાહેર સ્થળો ખાતે કોઈ પણ વ્યક્તિને ઘાસચારાનું વેચાણ કરવું નહીં કે જાહેરમાં ઘાસચારો…

Read More

જીવન પછી પણ અન્ય લોકોને કામ આવીએ નેત્રદાન કરીને મહાદાનનું ફળ પ્રાપ્ત કરીએ

હિન્દ ન્યુઝ, બોટાદ નેત્રદાનને મહાદાન કહેવામાં આવે છે કારણ કે આ દાનથી અંધવ્યક્તિના જીવનમાં પ્રકાશ લાવી શકાય છે. નેત્રદાનનાં મહત્વ વિશે જન જાગૃતિ લાવવા અને મૃત્યુ પછી આંખોનું દાન કરવા માટે લોકોને શપથ લેવા પ્રેરિત કરવાના હેતુથી આપણાં દેશમાં સરકારશ્રી દ્વારા દર વર્ષે 25 ઓગસ્ટથી 8 સપ્ટેમ્બર સુધી રાષ્ટ્રીય નેત્રદાન પખવાડિયાની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે આજે આપણે જાણીશું કે નેત્રદાન એટલે શું અને તે કેવી રીતે કરી શકાય? નેત્રદાન એટલે શું ? મૃત્યુ બાદ કરવામાં આવતા આંખના દાનને નેત્રદાન કહેવામાં આવે છે. ચક્ષુદાનથી પ્રાપ્ત થયેલા નેત્રનો ઉપયોગ કીકીનાં અંધાપાથી…

Read More

ભરતીમેળા દ્વારા રોજગાર મેળવવાની સુવર્ણ તક

હિન્દ ન્યુઝ, બોટાદ બોટાદ જિલ્લાનાં રાણપુર તાલુકાનાં રોજગાર ઇચ્છુકોને રોજગાર પ્રાપ્ત થાય તેવા હેતુસર ટેક્ષપીન બેરિંગ્સ લીમીટેડના યુનિટ ૧ અને ૨-રાણપુર ખાતે ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ માટે રોજગાર ઇચ્છુકોની ૧૮થી ૩૫ વર્ષની વયમર્યાદા તેમજ ખાલી જગ્યાઓને અનુરૂપ ધોરણ-૧૦ અથવા આઈ.ટી.આઈ ઇન ટેક્નીકલ ટ્રેડ પાસ અથવા ડિપ્લોમા ઇન મીકેનીકલ ઓટોમોબાઈલ પાસની તકનિકી લાયકાત ધરાવનારાઓ માટે ડિજિટલ ઇન્ડિયાનાં મંત્ર સાથે અનુબંધમ વેબપોર્ટલના ડિજિટલ માધ્યમથી અરજી આવકાર્ય છે. આ ભરતીમેળાનું આયોજન તા.૧૩ સપ્ટેમ્બર, ૨૦૨૨ના રોજ સવારે ૧૦:૩૦ કલાકે ટેક્ષપીન બેરિંગ્સ લીમીટેડ, સ્ટેશન રોડ, રાણપુર ખાતે કરવામાં આવ્યું છે. ભરતીમેળામાં ભાગ…

Read More

“હર ઘર મેં પોષણ” નાં સંકલ્પને સિદ્ધ કરવા માટે અવિરતપણે કાર્યરત સરકાર દ્વારા “રાષ્ટ્રીય પોષણ માહ”ની ભવ્ય ઉજવણી

હિન્દ ન્યુઝ, બોટાદ કેન્દ્ર સરકારનાં મહિલા અને બાળવિકાસ મંત્રાલય દ્વારા દર વર્ષે સપ્ટેમ્બર માસમાં “રાષ્ટ્રીય પોષણ માહ”ની(National Nutrition Month) ઉજવણી કરવામાં આવે છે. જે અંતર્ગત હાલ રાજ્યભરમાં તા. 30 સપ્ટેમ્બર સુધી પોષણ માસની ઉજવણીનો ભવ્ય પ્રારંભ થઈ ચૂક્યો છે. આ અભિયાનનો ઉદ્દેશ્ય લાભાર્થીઓ સુધી પોષણ અને આરોગ્યની સેવાઓ અંગે જાગૃતિ લાવવી, જનકલ્યાણકારી યોજનાઓ વિશે જાણકારી આપવી અને જન-ભાગીદારી સુનિશ્ચિત કરવાનો તેમજ તાલુકા કક્ષાનાં પણ તમામ લાભાર્થીઓને સહભાગી બનાવીને પોષણ માસનું નિદર્શન તથા સંપરામર્શ કરવાનો છે. મહત્વનું છે કે, દેશનાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સ્વસ્થ ભારતના નિર્માણની દિશામાં મહિલાઓ અને બાળકોમાં પોષણને…

Read More

આજે વિશ્વ સાક્ષરતા દિવસ : એક સાક્ષર, એક નિરક્ષરને સાક્ષર કરે એજ સંકલ્પ

હિન્દ ન્યુઝ, બોટાદ દર વર્ષે ૮ મી સપ્ટેમ્બરના રોજ સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ (International Literacy Day) ઉજવવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ ઉજવવાનો મુખ્ય હેતુ એ લોકોને શિક્ષણ પ્રત્યે જાગૃત કરવાનો અને માનવ વિકાસ અને ચેતનાને પ્રોત્સાહન આપવાનો છે. બદલાયેલી પરિસ્થિતિમાં શિક્ષણ અને શીખવાની પદ્ધતિમાં પણ ઘણો ફેરફાર થયો છે અને હવે ભૌતિક વર્ગખંડની સાથેસાથે ઓનલાઈન શિક્ષણ દ્વારા પણ શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. ઈતિહાસ અને હેતુ: વર્ષ ૧૯૬૫ ના ૧૭ મી નવેમ્બરના રોજ યુનેસ્કો (UNESCO) દ્વારા આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ ઉજવવાની જાહેરાત કરવામાં આવી હતી. ત્યારબાદ આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ…

Read More

બાળકનાં સર્વાંગી વિકાસ માટે બાલ્યાવસ્થામાં પોષણક્ષમ આહાર અતિ મહત્વપૂર્ણ

સહી પોષણ દેશ રોશન હિન્દ ન્યુઝ, બોટાદ પોષણક્ષમ આહાર એ વ્યક્તિનાં વિકાસમાં ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. પોષણક્ષમ આહારની અનિવાર્યતા જીવનનાં કોઇપણ તબ્બકે જરૂરી હોય છે. વિશેષમાં જ્યારે બાલ્યાવસ્થામાં પોષણક્ષમ આહારનું ધ્યાન રાખવામાં આવે તો વ્યક્તિનાં સર્વાંગી વિકાસમાં કોઈ અડચણ આવતી નથી. એટલે જ દર વર્ષે સપ્ટેમ્બર માસને ‘રાષ્ટ્રીય પોષણ માહ’ તરીકે ઉજવવામાં આવે છે. સ્વસ્થ અને તંદુરસ્ત બાળક આવતીકાલનું મજબૂત અને અડિખમ ભવિષ્ય બને તે માટે આ વર્ષે પણ ‘પોષણ માસ’ ની ઉજવણી કરવામાં આવી રહી છે. શ્રેષ્ઠ બાળ વિકાસ માટે પોષણ એ એક મહત્વપૂર્ણ પૂર્વશરત છે. બાળકનાં…

Read More

ગુજરાતમાં યોજાનારી ૩૬મી નેશનલ ગેઇમ્સના આયોજનને આખરી ઓપ આપતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ*

હિન્દ ન્યુઝ, ભુજ           દેશના ૩૬ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના અંદાજે ૮ હજાર ઉપરાંત ખેલાડીઓ આ નેશનલ ગેઇમ્સની વિવિધ ૩૬ રમતોમાં પોતાનું ખેલ કૌશલ્ય ઝળકાવવાના છે. ગુજરાતના ૬ મહાનગરો અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, ભાવનગર અને ગાંધીનગરમાં આ રમતોત્સવની વિવિધ સ્પર્ધાઓ યોજાશે. આ મહાનગરોમાં કુલ મળીને ૧૭ જેટલા સ્થળોએ વિવિધ ૩૬ રમતોનું આયોજન સુચારૂ રીતે પાર પડે તે માટે મુખ્ય સચિવ શ્રી પંકજકુમારના નેતૃત્વમાં નેશનલ ગેઇમ્સ એક્ઝિકયુટીવ કમિટિની રચના કરવામાં આવેલી છે. આ ઉપરાંત ૬ મહાનગરોમાં પણ સિટી કમિટિની જવાબદારી સચિવ કક્ષાના અધિકારીઓને સોંપવામાં આવી છે. જેમાં…

Read More