ગીર સોમનાથના ખારવાવાડમાં જર્જરિત મકાન ધરાશાયી, ફાયરટીમે મહિલાને બચાવી

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ વેરાવળના મચ્છી માર્કેટ, રાયલી ગોદામ, ખારવાવાડ પાસે જર્જરિત મકાન પડવાથી એક મહિલા તેના કાટમાળ હેઠળ દબાયા હતાં. આ ઘટનાની જાણ વેરાવળ ફાયર ટીમને થતાં તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી મહિલાને હેમખેમ ઉગાર્યા હતાં અને જગ્યાને કોર્ડન કરી વધુ કોઈ જાનહાની ન થાય તે અંગેના જરૂરી પગલાઓ લીધાં હતાં. આ ઘટનાની વિગત અનુસાર સાંજના સમયે આશરે ૦૫:૪૩ કલાકે તુલસીભાઈ ગોહીલે ફાયરબ્રિગેડને ફોન કરી જણાવ્યું હતું કે, મચ્છી માર્કેટ ખારવાવાડ રાયલી ગોદામ પાસે જર્જરિત મકાન પડ્યું છે. જેમાં એક મહિલા દટાઈ ગયા છે. જેથી સ્ટેશન ફાયર ઓફિસર શ્રી રવિરાજ ચાવડા…

Read More

રોગચાળા અટકાયતી માટે ગત સપ્તાહ (તા.૧૯/૯/૨૦૨૨ થી તા.૨૫/૯/૨૦૨૨) દરમ્‍યાન રાજકોટ મહાનગરપાલિકા, આરોગ્ય શાખા દ્વારા કરેલ કામગીરી

હિન્દ ન્યુઝ, રાજકોટ       ચોમાસાની ઋતુ દરમ્યાન રાજકોટ શહેરમાં નોંધપાત્ર વરસાદ થયેલ છે. થોડા સમયના વિરામ બાદ છુટક છુટક વરસાદ હાલ ચાલુ જ છે. વરસાદની ઋતુ દરમ્યાન મીક્ષ ઋતુ અને અનુકૂળ વાતાવરણ મેળવતાં ડેન્‍ગ્‍યુ અને મેલેરિયા કેસો જોવા મળે છે. ડેન્ગ્યૂ એડીસ મચ્છર દિવસના સમયે કરડે છે અને એક સાથે વઘુ લોકોને કરડતો હોવાથી, વઘુ જનસમુદાય હોય તેવા સ્‍થળો એ આવા રોગ ફેલાવવાનો જોખમ વઘુ રહે છે. મચ્છરનું જીવનચક્ર ટુંકુ હોય છે અને પુનઃ ઉત્પત્તિ ઝડપી હોવાથી તેનો ફેલાવો થોડા સમયમાં ખૂબ ઝડપથી થાય છે. ખાસ કરીને શહેરી…

Read More