રોગચાળા અટકાયતી માટે ગત સપ્તાહ (તા.૧૯/૯/૨૦૨૨ થી તા.૨૫/૯/૨૦૨૨) દરમ્‍યાન રાજકોટ મહાનગરપાલિકા, આરોગ્ય શાખા દ્વારા કરેલ કામગીરી

હિન્દ ન્યુઝ, રાજકોટ

      ચોમાસાની ઋતુ દરમ્યાન રાજકોટ શહેરમાં નોંધપાત્ર વરસાદ થયેલ છે. થોડા સમયના વિરામ બાદ છુટક છુટક વરસાદ હાલ ચાલુ જ છે. વરસાદની ઋતુ દરમ્યાન મીક્ષ ઋતુ અને અનુકૂળ વાતાવરણ મેળવતાં ડેન્‍ગ્‍યુ અને મેલેરિયા કેસો જોવા મળે છે. ડેન્ગ્યૂ એડીસ મચ્છર દિવસના સમયે કરડે છે અને એક સાથે વઘુ લોકોને કરડતો હોવાથી, વઘુ જનસમુદાય હોય તેવા સ્‍થળો એ આવા રોગ ફેલાવવાનો જોખમ વઘુ રહે છે.

મચ્છરનું જીવનચક્ર ટુંકુ હોય છે અને પુનઃ ઉત્પત્તિ ઝડપી હોવાથી તેનો ફેલાવો થોડા સમયમાં ખૂબ ઝડપથી થાય છે. ખાસ કરીને શહેરી વિસ્તારોમાં લોકોમાં સાફસફાઈના અભાવ, પોતાના સ્‍વાસ્‍થય પ્રત્‍યે બેદરકારી અને માનવીય બેદરકારીથી સહેલાઈથી મચ્છરને પ્રજનન માટે મળી રહેતા ચોખ્‍ખા પાણીના પાત્રોને કારણે મચ્‍છરની ઉત્‍૫તિ ઘણી વધી જાય છે.

રાજકોટ મહાનગર પાલિકાના આરોગ્ય તંત્ર દ્વારા ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકુનગુનિયા વગેરે જેવા રોગોને નિયંત્રિત કરવા માટે સતત પ્રયાસો થઈ રહ્યા છે. આ રોગો માનવીની જીવનશૈલી સાથે સીધા સંકળાયેલા હોવાથી તેમાં લોકોનો સહકાર અત્યંત આવશ્યક છે.

મચ્છર જન્ય રોગો અઠવાડિક પોઝિટિવ કેસની સંખ્યા

(તા.૧૯/૯/૨૦૨૨ થી તા.૨૫/૯/૨૦૨૨)

વર્ષમાં કૂલ નોંઘાયેલ
મેલેરિયા ૩૦
ડેન્ગ્યુ ૧૭ ૧૦૪
ચિકુનગુનિયા ૧૮

અન્ય રોગચાળાની કેસની વિગત

(તા.૧૯/૯/૨૦૨૨ થી તા.૨૫/૯/૨૦૨૨)

ક્રમ વિગત કેસની સંખ્યા
શરદી – ઉધરસના કેસ ૨૫૩
સામાન્ય તાવના કેસ ૪૯
ઝાડા – ઉલટીના કેસ ૮૭
ટાઈફોઈડ તાવના કેસ
કમળો તાવના કેસ
મરડાના કેસ

આ રોગચાળા દ્વારા ઉભા થતા જાહેર આરોગ્ય પડકારને પહોચી વળવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તમામ સ્તરે ઘનિષ્ઠ પ્રયાસો કરી રહ્યા છે. વાહક નિયંત્રણની કામગીરી હેઠળ તા.૧૯//૨૦૨૨ થી તા.૨૫/૦૯/૨૦૨૨ દરમ્યાન પોરાનાશક કામગીરી હેઠળ ૯૦,૨૫૨ ઘરોમાં પોરાનાશક કામગીરી કરેલ છે. તથા ૨૧૨૩ ઘરોમાં ફોગીંગ કામગીરી કરેલ છે.

મચ્છરની ઘનતા વઘુ હોય તેવા વિસ્તારોને વહિકલ માઉન્ટેન ફોગીંગ મશીન ફોગીંગ કામગીરી કરવામાં આવે છે. આ કામગીરી હેઠળ નવાગામ ૫૬ ન્યું શકિત સોસા. ૧ થી ૧૨, નવાગામ આવાસ યોજના, લાલ૫રી હનુમાન વાળી શેરી, નવાગામ વોકળા કાંઠો, લાલ૫રી મફતીયું, શીવનગર, મણીનગર, શ્રીનગર, વાલ્કેશ્વર, ગીતાંજલી સોાસા., ‘બિલ્ખા હાઉસ” સરકારી કવા. ની આસપાસનો વિસ્તાર, અવંતિ પાર્ક, શિતલ પાર્ક, સિઘ્ઘી વિનાયક સોસા., શ્રી અમૃત પાર્ક શેરી નં. ૧ થી ૬ તથા મેઇન રોડ, ડેકોરા હિલ્સ એ થી ઇ વીંગ તથા મેઇન રોડ, કોસ્મોપ્લેસ ની પાછળ પેરેડાઇઝ હોલ તથા મુંજકાનો આસપાસનો વિસ્તાર, શ્રી ગાર્ડન વિંગ એ થી એચ તથા મેઇન રોડ, જીવરાજ પાર્ક, તિરૂપ્તતી કોમ્પ્લેક્ષ મેઇન રોડ તથા આસપાસનો વિસ્તાર, પંચવટી ટાઉનશી૫, લક્ષ્મણ પાર્ક શેરી નં. ૧ થી ૩, તુલસી પાર્ક, મીરા પાર્ક, ગોકુલઘામ સોસા., ગુરૂદેવ પાર્ક મે. રોડ, અંબિકા રેસીડેન્સી ૧ થી ર મે. રોડ, ગુરૂદેવ પાર્ક – ૧ આખુ, વુંદાવન પાર્ક – ૧ થી ૩, નરસિંહ મહેતા ટાઉનશી૫, જયશકિત પાર્ક – ૧ થી ર, ૫૦ ફુટ મે. રોડ, અંબીકા પાર્ક – ૧ થી ર, ચિંતન પાર્ક ૮૦ ફુટ રોડ, જુનો મોરબી રોડ, ગાંઘી વસાહત સોસા., સતાઘાર પાર્ક શેરી નં. ૧ થી ૫ તથા મેઇન રોડ તથા આજુબાજુનો વિસ્તાર, રૈયારામ પાર્ક શેરી નં. ૧ થી ૪ તથા મેઇન રોડ, શાંતીનિકેતન પાર્ક શેરી નં. ૧ થી ૫ તથા મેઇન રોડ તથા આજુબાજુના વિસ્તાર તથા નંદનવન આવાસ યોજના શેરી નં. ૧ થી ૪ તથા મેઇન રોડ, અમી રેસીડેન્સી (રેલનગર), ૫રસાણાનગર, ઘ્વારકેશન રેસીડેન્સી (રેલનગર), સખીયાનગર, શિવઘામ સોસા., રાઘામીરા ઇન્ડ. એરીયા, મીરા ઉદ્યોગ, સંસ્કાર ઇન્ડ. એરીયા, મઘુવન ઇન્ડ. એરીયા, શ્રી હરી ઇન્ડ. એરીયા, આજી જી.આઇ.ડી.સી., ભોમેશ્વર સોસા., ઋષીકેશ પાર્ક, રણુજાનગર, ગોકુલનગર, સંતોષીનગર, કૃષ્ણનગર, રઘુનંદન સોસા., પો૫ટ૫રા, સ્વમી વિવેકાનંદનગર (૫૩ કવા.), પો૫ટ૫રા પોલીસ લાઇન, ઘનશ્યામ વાટીકા, ઘનશ્યામ રેસીડેન્સી, મુરલીઘર સોસા., વિજયનગર શેરી નં. ૧ થી ૫ મેઇન રોડ, ગ્રીન પાર્ક શેરી નં. ૧ થી ર, વિનોદનગર આવાસ, વિનોદનગર શેરી નં. ૧ થી ૫ મેઇન રોડ, પારસ સોસા. શેરી નં. ૧ થી ૩, માઘવ રેસીડેન્સી સોસા. ૧ થી ર, અમરાતીતનગર સોસા. – ૧ થી ર, વડવાળાનગરનું મફતીયા૫રા, શીવમ પાર્ક – ૧ થી ર, ઓસ્કાર સ્કાય પાર્ક, કરણ૫રા શેરી નં. ૧૧, ૧૨ તથા આસપાસનો વિસ્તાર, ચંદ્રશેખર આઝાદ પ્રા. શાળા નં. ૬૨, ભગવતી સોસા. – ૧ થી ૫, ગંજીવાડા મહાકાળી ચોકી, ગંજીવાડા મે. રોડ, લાખાજીરાજ સોસા. – ૧ થી ૭, ફારૂકી સોસા. – ૧ થી ૫, હેદરી ચોક, શાળા નં. ૬૬ પાસેનો ગંજીવાડા વિસ્તાર, જગદિશનગર, મઘર ટેરેસા આશ્રમ પાસેનો વિસ્તાર, ગુલશન પાર્ક, દુઘસાગર મે. રોડ, કૃષ્ણ્નગર, ગાંઘી સોસા., સત્યમ સોસા., સુંદરમ સોસા., શિવમ સોસા., બ્રાહમણીયા૫રા – ૧ થી ૬ મે. રોડ, ચં૫કનગર – ૧ થી ૫, શીંગાળા પ્લોટ – ૧/ર, ભીમા લુણાગરીયાની શેરી, શ્રી રણછોડનગર, સદગુરૂનગર ભાગ – ૧, શકિત સોસા., – ૧ થી ૧૪, સિલ્વર નેસ્ટ – ૧ થી ૩, કબીરવન સોસા. – ૧ થી ૩, મેહુલનગર – ૧ થી ૩, કનકનગર – ૧ થી ૧૦, સંજયનગર – ૧ થી ૪, મહેશનગર, ૧/૨, સીતારામ સોસા. – ૧ થી ૩, અંબિકા સોસા.  મે. રોડ, ગાયત્રીઘામ સોસા., ગાયત્રીઘામ, બજરંગવાડી, રેલનગર – ૩ વગેરે વિસ્તારો ફોગીંગ કામગીરી હેઠળ આવરી લેવામાં આવેલ છે.

ડેન્‍ગ્‍યુ રોગ અટકાયતીના ભાગરૂપે શહેરી વિસ્તારમાં રહેણાંક મકાન, દુકાન, એપાર્ટમેન્ટ, કોર્મશિયલ કોમ્પલેકસ, ઔધોગિક એકમો, વ્યાપાર ધંધાના સ્થળ તેમજ રહેણાંક મકાનની આસપાસના વિસ્તારોમાં મચ્છરોના ઉત્પતિ સ્થાનો જોવા મળશે તો જગ્યાના માલિક કે ભોગવટો કરનાર કે જવાબદાર આસામી સીધી રીતે જવાબદાર ગણી બાયલોઝ અંતર્ગત તેની વિરૂદ્ધ મચ્છર ઉત્પતિ સબબ નોટીસ તથા વહિવટી ચાર્જ વસુલાતની કામગીરી કરવામાં આવેલ છે. આ કામગીરી હેઠળ રહેણાંક સિવાય અન્ય ૫૩૬ પ્રીમાઇસીસ (બાંઘકામ સાઇટ, સ્‍કૂલ, હોસ્પિટલ, હોટેલ, ઇન્ડસ્ટ્રીઝ, હોસ્ટેલ, કોમ્પ્લેક્ષ, ભંગારના ડેલા, સેલર, હોલ / વાડી / પાર્ટી પ્લોટ, ઘાર્મિક સ્થળ, પેટ્રોલ પં૫, સરકારી કચેરી વગેરે) નો મચ્છર ઉત્પતિ સબબ તપાસ કરવામાં આવેલ છે. જેમાં રહેણાંક સહિત મચ્છર ઉત્પતિ સબબ ૭૮૭ આસામીને નોટીસ આ૫વામાં આવેલ છે.

ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકુનગુનિયા રોકથામ માટે ૧૦ x ૧૦ x ૧૦ નું સુત્ર અ૫નાવવું. જેમાં પ્રથમ ૧૦ : દર રવિવારે સવારે ૧૦ વાગે ૧૦ મિનીટ ફાળવવી.  બીજા ૧૦ : ઘરમાં તથા ઘરની આસપાસના ૧૦ મીટરના એરીયામાં પાણી ભરેલા પાત્રો ઢાંકીને રાખવા તેમજ બિનઉ૫યોગી પાણી ભરેલા પાત્રો ખાલી કરવા. ત્રીજા ૧૦ : આ માહિતી અન્ય ૧૦ વ્યકિતઓ સુઘી ૫હોંચાડવી.  આમ, માત્ર ૧૦ મિનીટ આ૫ને તેમજ આ૫ના ૫રિવારને ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકુનગુનિયા  જેવા વાહકજન્ય રોગોથી બચાવી શકાશે.

ખાસ કરીને ડેન્ગ્યુ મેલેરિયા અટકાયતી માટે વરસાદ રોકાયા બાદ આટલું જરૂરી કરીએ.

  • અગાસી કે છજજામાં જમા થયેલ વરસાદી પાણીનો તાત્કાલીક નિકાલ કરીએ
  • અગાસી, બાલકની કે ગાર્ડનમાં રાખેલ છોડના કુંડા, કયાળા વગેરેમાં જમા થયેલ વરસાદી પાણીનો નિકાલ કરીએ.
  • ૫ક્ષીકુંજ, ૫શુને પીવાની કુંડી હાલ ચોમાસા પુરતી વ૫રાશમાં ન લઇને વરસાદી પાણી ભરાઇ ન રહે તેવી રીતે ઉંઘું કરીને રાખવા અથવા દરરોજ રાત્રે ખાલી કરીને ઉંઘું રાખયા બાદ જ સવારે નવું પાણી ભરવું.
  • અગાસી, છા૫રા વગેરે ૫ર પડેલ ભંગાર, ટાયર, ડબ્બા ડુબ્લી વગેરે જેવા પાત્રોમાં જમા થયેલ વરસાદી પાણીનો નિકાલ કરીએ.
  • પીવાના તથા ઘરવ૫રાશના તમામ પાણી ભરેલ પાત્રોને હવાચુસ્ત ઢાંકણથી ઢાંકીને રાખીએ.
  • ઘરની આસપાસ જમા ખાડા-ખાબોચીયામાં જમા થયેલ પાણીમાં બળેલ ઓઇલ નાખીએ.

યાદ રાખો

આદત બદલો, રાજકોટ બદલાશે., સ્વચ્છ રાજકોટ, મચ્છરમુકત રાજકોટ

Related posts

Leave a Comment