સૈન્‍યના વસ્‍ત્રો કે અન્‍ય ચીજવસ્‍તુઓનું બિનઅધિકૃત રીતે વેચાણ અને ઉપયોગ કરવા પર પ્રતિબંધ

હિન્દ ન્યુઝ, ભુજ જિલ્‍લામાં વિવિધ શહેરોમાં/ગામોમાં સૈન્‍ય તથા અન્‍ય સશસ્‍ત્ર દળોના ગણવેશ તથા તેની સામ્‍યતા ધરાવતા વસ્‍ત્રોનું વેચાણ તથા ઉપયોગ થતો હોય છે. આવા વસ્‍ત્રો ધારણ કરી અસામાજિક તત્‍વો દ્વારા દેશદ્રોહી/ગેરકાયદેસર પ્રવૃતિઓ માટે ઉપયોગ થવાનો સંભવ રહે છે. જેના કારણે રાષ્‍ટ્રીય સુરક્ષાને ગંભીર ખતરો ઉદભવી શકે છે. ભારતીય દંડ સંહિતા ૧૮૬૦ ની કલમ ૧૪૦,૧૭૦ અને ૧૭૧માં આ બાબતે જોગવાઇ કરવામાં આવેલ છે. આ બાબત સુરક્ષાના પરીપ્રેક્ષ્‍યમાં ઘણી ગંભીર પ્રકારની હોઇ, બજારમાં બિનઅધિકૃત રીતે વેચાતા અને ઉપયોગમાં લેવાતા સશસ્‍ત્ર દળોના ગણવેશ (પોશાક) તથા અન્‍ય ચીજવસ્‍તુઓ પર પ્રતિબંધ ફરમાવ્‍યો છે. જિલ્‍લા મેજીસ્‍ટ્રેટ…

Read More

જિલ્‍લાની તમામ નગરપાલિકાઓની હદમાં અધિકૃત વિસ્‍તાર સિવાયના વિસ્‍તારમાં ઘાસચારો વેચવા પર પ્રતિબંધ લાગુ કરાયો

હિન્દ ન્યુઝ, ભુજ પ્‍લોટ પર અનઅધિકૃત વ્‍યકિતઓ દ્વારા અનઅધિકૃત રીતે ઘાસચારો વેંચવામાં આવતો હોવાનું ધ્‍યાને આવેલ છે. આ વ્‍યકિતઓ દ્વારા એક જગ્‍યાએ ઢોરો એકત્ર કરી ગ્રાહકોને ઘાસચારો વેંચી એકત્ર કરેલ ઢોરોને આપવામાં આવતો હોવાનું ધ્‍યાને આવેલ છે. આ એકત્ર થયેલ ઢોરો ઘણીવાર નિરંકુશ થઇ રસ્‍તેથી પસાર થતા નાગરિકોને ઈજા પહોંચાડે છે અને વાહન વ્‍યવહારમાં અડપણ ઉભી થાય છે. જેથી જાહેર જનતાની સુરક્ષાના હિતમાં જાહેરમાં સરકારી તથા ખાનગી જમીનો પર અનઅધિકૃત રીતે ઘાસચારો વેંચવા પર પ્રતિબંધ ફરમાવવો જરૂરી છે. આથી જિલ્‍લાના મેજીસ્‍ટ્રેટ પ્રવીણા ડી.કે. દ્વારા ફોજદારી કાર્યરીતી અધિનિયમ- (સીઆર.પી.સી.) ૧૯૭૩ (૧૯૭૪ના…

Read More

કચ્‍છના ટ્રાન્‍સપોર્ટ ઓપરેટરો રાજય/જિલ્‍લા બહારના ડ્રાયવરો-કલીનરોની નોંધણી કરાવ્‍યા સિવાય કામે રાખી શકશે નહીં

હિન્દ ન્યુઝ, ભુજ જિલ્‍લામાં લૂંટ, ધાડ અને ચોરીના બનાવો ઉપર અંકુશ આવે અને રાજય અને જિલ્‍લા બહારથી આવતા અસામાજીક તત્‍વો ઉપર પૂરતી વોચ રહે તેમજ પોલિસ તપાસ માટે વિગતો ઉપલબ્‍ધ બને તે માટે કચ્‍છ જિલ્‍લામાં કાર્યરત તમામ ટ્રાન્‍સપોર્ટ ઓપરેટરોને પોતાના વાહનો પરના ડ્રાયવરો/કલીનરોને કામે રાખતા પહેલા તેઓના નામ, સરનામા સહિતની જરૂરી વિગતો સંબંધિત પોલિસ સ્‍ટેશનમાં આપવા જિલ્‍લા મેજિસ્‍ટ્રેટ પ્રવીણા ડી.કે. દ્વારા જાહેરનામામાં જણાવાયું છે અને આ જાહેરનામું તા.૧૨/૧૧/૨૦૨૨ સુધી અમલમાં રહેશે. કચ્‍છ જિલ્‍લામાં ભૂકંપ બાદ મોટા પ્રમાણમાં ઔદ્યોગિક એકમો શરૂ થયા છે. ટ્રાન્‍સપોર્ટ ઓપરેટરો રાજય બહારથી કે જિલ્‍લા બહારથી મોટા…

Read More

ખાનગી માલિકીની જમીનમાંથી વાહન ચાલકોને બાયપાસ રસ્તો પૂરો પાડવા પર મૂકાયો પ્રતિબંધ

હિન્દ ન્યુઝ, ભુજ રાજય સરકારના જુદા જુદા જાહેરનામાઓથી કચ્‍છ જિલ્‍લામાં નેશનલ હાઇવે ઉપર નિયત કરેલ સ્‍થળોએ જુદા જુદા ટોલ પ્‍લાઝા ખાતેથી વાહનો પાસેથી નિયત કરેલ ચાર્જ વસુલ કરવામાં આવે છે અને આ અંગે નિયત એજન્‍સી સાથે કરાર કરી ચાર્જ વસુલ કરવાનો અધિકારી આપવામાં આવેલ છે. જે માટે અનુસૂચિમાં જણાવ્યા અનુસાર મોખા ટોલ પ્લાઝા, તા. મુંદરા, સામખીયાળી ટોલપ્લાઝા, સામખીયાળી, સુરજબારી ટોલ પ્લાઝા, તા.ભચાઉ, માખેલટોલ પ્લાઝા, તા. રાપર અને ધાણેટી ટોલ પ્લાઝા, તા.ભુજ એમ જુદાં-જુદાં ટોલ પ્લાઝા લોકેશન નિયત કરાયાં છે અને સરકારના જાહેરનામા ઉલ્લેખ થયા અનુસાર જુદાં-જુદાં વાહનોને ટોલટેક્ષ ભરવામાંથી મુકિત…

Read More

કેન્દ્રીય વિદ્યાલય નંબર-૨ આર્મી ભુજ ખાતે ૧૪મી સપ્ટેમ્બર ૨૦૨૨ના રોજ હિન્દી દિવસનું આયોજન કરવામાં આવ્યું

૧૪મી સપ્ટેમ્બર – હિન્દી દિવસ-૨૦૨૨ હિન્દ ન્યુઝ, ભુજ કેન્દ્રીય વિદ્યાલય નંબર-૨ આર્મી ભુજ ખાતે ૧૪મી સપ્ટેમ્બર ૨૦૨૨ના રોજ હિન્દી દિવસનું આયોજન કરવામાં આવ્યું હતું. નક્કી કર્યા પમાણે  મુજબ તા. ૧૨મી સપ્ટેમ્બર  થી ૨૬ સપ્ટેમ્બર ૨૦૨૨ સુધી શાળામાં હિન્દી પખવાડિયાનું આયોજન કરવામાં આવ્યું છે. હિન્દી દિવસ નિમિત્તે વિદ્યાલયમાં સૌ પ્રથમ કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન અને કેન્દ્રીય વિદ્યાલય સંગઠન મુખ્યાલય, નવી દિલ્હીના કમિશનર નિધિ પાંડે દ્વારા મોકલવામાં આવેલ અપીલ અને સંદેશ હિન્દી દિવસ પર વાંચવામાં આવ્યો હતો. સવારની પ્રાર્થના સભામાં વિદ્યાર્થીઓ દ્વારા હિન્દી દિવસ લગતા વિશેષ કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા.…

Read More

મુન્દ્રા તાલુકા પંચાયત ખાતે પોષણ માસની ઉજવણી કરવામાં આવી

સહી પોષણ, દેશ રોશન- પોષણ માસ-૨૦૨૨ હિન્દ ન્યુઝ, ભુજ          બાળકો, કિશોરીઓ તેમજ સગર્ભા-ધાત્રી માતાઓના પોષણ સુધાર માટે જન આંદોલનના ભાગ રૂપે દર વર્ષે “પોષણ માસ” ઉજવવામાં આવે છે જે અંતર્ગત મુન્દ્રા તાલુકા પંચાયત ખાતે જિલ્લા પ્રોગ્રામ ઓફિસર ઈરાબેન ચૌહાણના માર્ગદર્શન હેઠળ સારસ્વતમ સંસ્થા સંચાલિત આઈ.સી.ડી.એસ. મુન્દ્રા ઘટક દ્વારા તાલુકાકક્ષાના પોષણમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.           તંદુરસ્ત રાષ્ટ્રના નિર્માણ માટે બાળક અને માતાનું તંદુરસ્ત સ્વાસ્થ્ય ખુબ જરૂરી છે. તેથી સ્વસ્થ રાષ્ટ્રના નિર્માણ માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા તા.૦૮ માર્ચ ૨૦૧૮ના રોજ રાષ્ટ્રવ્યાપી પોષણ અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી. જે અન્વયે દર સપ્ટેમ્બર માસમાં…

Read More

સુપ્રસિદ્ધ મંદિર સાયરા શ્રીમોટાયક્ષના મેળામાં માનવ મહેરામણ ઊમટ્યું

હિન્દ ન્યુઝ, ભુજ         છેલ્લા બે વર્ષથી વૈશ્વિક મહામારી કોરોનાકાળના કારણે આ સમય દરમિયાન ગુજરાતભરના લોકમેળા બંધ રહ્યા હતા. હવે આ વર્ષે પુન: પ્રારંભ લોકમેળો માણવા માટે લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કચ્છમાં પણ કચ્છના સૌથી મેળા સુપ્રસિદ્ધ મંદિર સાયરા મોટાયક્ષના મેળામાં કચ્છની લોક સંસ્કૃતિની ઝલક જોવા મળી હતી .           કચ્છના અબડાસા વિસ્તારના નખત્રાણા તાલુકામાં સાયરા ગામ નજીક આવેલા સુપ્રસિદ્ધ પૌરાણિક મંદિર શ્રીમોટાયક્ષદાદા આસ્થાનું અનેરું મહત્વ ધરાવે છે.  તા. ૧૧ થી ૧૪મી સપ્ટેમ્બર ૨૦૨૨ સુધી  યોજાએલ ચાર દિવસીય  લોકમેળો માનવમેદનીના ઉત્સાહ સાથે  પરંપરાગત રીતે ભરાયો હતો.           વહેલી…

Read More

ગીર સોમનાથ જિલ્લાના  તાલાલામા રૂ.૧.૯૧ કરોડના ખર્ચે નવી તાલુકા પંચાયત કચેરીનુ ખાતમુહૂર્ત કરાયુ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ ગીર સોમનાથ જિલ્લાનાં તાલાલામાં સાસણ રોડ પર નવી તાલુકા પંચાયત કચેરીનું જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી રામીબેન વાજાના હસ્તે તેમજ તાલુકા પંચાયત તાલાલાના પ્રમુખ શ્રી રામસિંહ ભાઈ પરમાર ની પ્રેરક ઉપસ્થિતિ માં ખાતમુહૂર્ત કરાયુ. રૂ.૧ કરોડ ૯૧ લાખના ખર્ચે નવી તાલુકા પંચાયત કચેરીનુ બિલ્ડીંગ નિર્માણ પામશે. તેનો ફાયદો તાલાલા તાલુકાના સવા લાખ ગ્રામ્ય નાગરિકોને સરકારની વિવિધ યોજનાઓનો લાભ સરળતાથી મળી શકશે અને તાલુકા પંચાયત તાલાલાની વિવિધ કામગીરીઓ સારી રીતે કરવા આ વિશાળ અને સુવિધાપુર્ણ બિલ્ડીંગ ઉપયોગી પુરવાર થશે.

Read More

શંખેશ્વર જૈનધર્મ તીર્થધામ શંખેશ્વર ખાતે કોન્ટ્રાકટર દ્વારા બસ સ્ટેન્ડ ની અધૂરી કામગીરી

હિન્દ ન્યુઝ, રાધનપુર પાટણ જિલ્લાના શંખેશ્વર જૈનધર્મ તીર્થધામ ખાતે કોન્ટ્રાકટર દ્વારા બસ સ્ટેન્ડ ની અધૂરી કામગીરી છોડી ભાગી જતાં અધૂરી કામગીરી પૂર્ણ કરવા લોકોની માંગ ઉઠવા પામી છે. શંખેશ્વર શહેર એ જૈન ધર્મ નું આસ્થા નું કેન્દ્ર છે તેમજ અહીંયા લોકોની અવર જવર હંમેશા ચાલુ રહેતી હોઈ છે.બહાર થી આવતા લોકો તેમજ સ્થાનિક લોકો માં શંખેશ્વર જૈનધર્મ તીર્થધામ તરીકે પહેલેથી આગવી ઓળખ ધરાવે છે. બસ સ્ટેન્ડ બનાવવાની ચાલુ કરવામા આવી હતી.પરંતુ અધૂરું કામ મૂકીને કોન્ટ્રાકટર ભાગી જતાં લોકો માં મોટી હાલાકી ભોગવવી પડી રહી છે.જમીન ના વાદ વિવાદ મા બસ…

Read More

સાંતલપુર વેપારીએ અડધી કિંમતે સોનાના પાંચ નકલી બિસ્કીટ આપીને તેની સાથે 17.50 લાખની ઠગાઈ

હિન્દ ન્યુઝ, રાધનપુર પાટણ જિલ્લાના સાંતલપુર ના શેરપુરા ના યુવાન વેપારી ને વિશ્વાસ માં લઈને બિલ વગરનો માલ સોનાના બિસ્કીટ અડધી કિંમત મળતા અને તે માલ સુરત હજીરા પોર્ટ થી આવે છે,એવો વિશ્વાસ આપીને 5 સોનાના ખોટા બિસ્કીટ આપીને રૂ.17.50 લાખ લઈ લીધા હતા. ત્યારબાદ વેપારીને સોનાના બિસ્કીટ પરત આપી રૂપિયા લઇ જવાનું કહ્યું હતું, તેમજ સોનાના બિસ્કીટ પાછા લઇ લીધા હતા અને રૂપિયા પણ પરત આપ્યા ન હતા, રૂપિયા પરત માંગતા તેની સાથે મારઝૂડ પણ કરવામાં આવી હતી. ત્યારબાદ વેપારીએ ઝેરી દવા ગટગટાવી લીધી હતી અને તેને સારવાર માટે…

Read More