ડો સુભાષ એકેડમી ના પ્રમુખ જવાહરભાઈ ચાવડા ની મહત્વની જાહેરાત જૂનાગઢમાં અધ્યતન યુનિવર્સિટી કેમ્પસ નિર્માણ થશે

હિન્દ ન્યુઝ, જૂનાગઢ જુનાગઢ આર્ય કન્યા છાત્રાલયના સ્થાપના દિવસ તેમજ અગ્રણી કેળવણી કાર પેથલજીબાપા ચાવડાના ૯૩ માં જન્મદિવસ નિમિત્તે બ્લડ ડોનેશન જેવા કાર્યક્રમો કરવામાં આવ્યા હતા. જેમાં દો સુભાષ એકેડીના પ્રમુખ જવાહરભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે પેથલજી બાપા નું એક સપનું હતું કે આ સંસ્થા એક યુનિવર્સિટી બને અને તેનો લાભ માત્ર ગુજરાતના વિદ્યાર્થીઓને નહીં પરંતુ સમગ્ર ભારતના વિદ્યાર્થીઓને મળે તે અંતર્ગત શૈક્ષણિક ક્ષેત્રે અધ્યતન અને આંતરરાષ્ટ્રીય કક્ષાનું યુનિવર્સિટી કેમ્પસ ૧૨૫ એકર કરતાં વધારે જગ્યામાં અને લગભગ ૪૦૦ કરોડના ખર્ચ ૨૫,૦૦૦ વિદ્યાર્થીઓનો અભ્યાસ કરી શકે તેટલી ક્ષમતા વાળી બનશે તેમજ…

Read More

રાધનપુર અર્બુદા સેના ના કાર્યકર્તાઓ દ્વારા મામલતદાર કચેરી એ આવેદનપત્ર આપવામાં આવ્યું

હિન્દ ન્યુઝ, રાધનપુર પુવૅ ગુહ મંત્રી અને ગુજરાત અર્બુદા સેના ના અધ્યક્ષ વિપુલ ચૌધરી ની ધરપકડ ને લઈને રાધનપુર વિસ્તારના ચૌધરી સમાજના લોકો માં ભારે રોષ ને લઈને તાત્કાલિક ધોરણે મુક્ત કરવામાં આવે તેવી માગણી સાથે રાધનપુર મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું. ભાજપ સરકાર સામે સુત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા તો ભાજપ ના નેતા ના ઇશારે વિપુલ ચૌધરી ની ધરપકડ કરવામાં આવી છે તેવું જણાવ્યું હતું. આવનારી 2022 ની વિધાનસભા માં ચૌધરી સમાજ ભાજપ વિરોધ કરશે, વિપુલ ચૌધરી ને મુક્ત નહીં કરવામાં આવે તો ચૌધરી સમાજ ભાજપ સરકાર સામે લાલઘુમ…

Read More

રાધનપુર ના મધ્ય માં આવેલ વડપાસર તળાવ ઓવરફલો

હિન્દ ન્યુઝ, રાધનપુર પાટણ જિલ્લાના રાધનપુર ખાતે મધ્ય માં આવેલ વડપાસર તળાવ ઓવરફલો થતાં મુખ્ય બજાર માં ઘૂંટણ સમાં પાણી ભરાઈ ગયા છે.તળાવ નું પાણી રાધનપુર શહેર ના મેન બજાર રસ્તાઓ માં ઘસ્યું, ઉપરવાસ માં ભારે વરસાદ ના કારણે તળાવ ઓવરફલો થતાં રાહદારીઓ વાહન ચાલકો તેમજ સ્થાનિક લોકો માં પરેશાની જોવા મળી રહી છે. રાધનપુર મંડી ચોક થી બસ સ્ટેન્ડ સુધી પાણી ભરાતા જાહેર માર્ગો પર પાણી ફરી વળ્યા છે. જેના કારણે વેપારીઓ તેમજ વાહન ચાલકો થયા પરેશાન. રાધનપુર માં મોડી રાત્રે વીજળી ના કડાકા ભડાકા સાથે વરસાદ ચાલુ રહેતા…

Read More

રાધનપુર દુરદર્શન કેન્દ્ર માં થયેલ ચોરીના ગુનાનો ભેદ ઉકેલતી પોલીસ

હિન્દ ન્યૂઝ, રાધનપુર પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના સીનાડ ગામમાં દૂરદર્શન કેન્દ્ર માંથી લાખો રૂપિયા ના સામાન ની ચોરી ની ઘટના પોલીસ સ્ટેશન ખાતે નોંધવામાં આવી હતી જેને લઈને પોલીસ દ્વારા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવતા આ ચોરી ને અંજામ આપનાર ચાર શખ્શો ને ઝડપી લેવામાં સફળતા મેળવી છે. રાધનપુર થી પાલનપુર રોડ ઉપર આવેલ સીનાડ દૂરદર્શન કેન્દ્રમાંથી થઈ હતી ચોરી જેનો ભેદ ઉકેલતા રાધનપુર ના સીનાડ ગામમાં આવેલ દૂરદર્શન કેન્દ્ર માંથી અજાણ્યા ચોર ટોળકીએ કેબલ, કોપર પટ્ટીઓ પંખા બેટરી વગેરે મળી લાખો રૂપિયાની ચોરી કરી ગયા હતા. જે અંગે રાધનપુર…

Read More

બોટાદ જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ

હિન્દ ન્યુઝ, બોટાદ બોટાદ ઈન્ચાર્જ જિલ્લા કલેક્ટર પી.ડી.પલસાણાનાં અધ્યક્ષસ્થાને બોટાદ કલેક્ટર કચેરી ખાતે જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઇ હતી. જેમાં ઈન્ચાર્જ કલેક્ટર પી.ડી.પલસાણાએ જિલ્લા પંચાયતના પ્રમુખ ઘનશ્યામભાઈ વિરાણી તેમજ પદાધિકારીઓની રજૂઆતો સાંભળી અને સંબંધિત કચેરીઓને તે સમસ્યાઓનાં નિવારણ માટે સૂચનો કર્યા હતા. આગામી સમયમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનાં ભાવનગર પ્રવાસને લઈ બોટાદ જિલ્લા વહીવટી તંત્રને સુચારૂ આયોજન કરવા અને આયોજનમાં સહયોગ આપવા ઈન્ચાર્જ કલેક્ટરએ અપીલ કરી હતી. સાથોસાથ તેમણે આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને અધિકારીઓને જરૂરી સુચના અને માર્ગદર્શન પુરૂં પાડ્યું હતું. લોકોના પ્રશ્નોનો ઝડપી અને યોગ્ય નિકાલ લાવવા…

Read More

બોટાદ જિલ્લાકક્ષાનાં વિશ્વાસથી વિકાસ કાર્યક્રમનાં આયોજન સંદર્ભે સમિક્ષા બેઠક યોજાઇ

હિન્દ ન્યુઝ, બોટાદ બોટાદ ખાતે તા.17 સપ્ટેમ્બરનાં રોજ આયોજિત જિલ્લાકક્ષાનાં વિશ્વાસથી વિકાસ કાર્યક્રમ સંદર્ભે ઇન્ચાર્જ જિલ્લા કલેક્ટર પી.ડી.પલસાણાનાં અધ્યક્ષસ્થાને સમિક્ષા બેઠક યોજાઇ હતી. જેમાં ઇન્ચાર્જ જિલ્લા કલેક્ટરએ આ કાર્યક્રમની અમલીકરણ સમિતિનાં અધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું. આ તકે તેમણે જિલ્લા આરોગ્ય અધિકારીને ફ્રી મેડિકલ કેમ્પનાં આયોજન બાબતે તેમજ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીનાં નિયામકને સ્વસહાય જૂથોને ચેક વિતરણનાં કાર્યક્રમનું સફળ આયોજન થાય તે બાબતે સૂચિત કર્યાં હતાં. મહત્વનું છે કે, આ કાર્યક્રમમાં આરોગ્યમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સમિક્ષા બેઠકમાં એસપી, નિવાસી અધિક કલેક્ટર સહિતનાં અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. રિપોર્ટર : સંજય…

Read More

બોટાદના બરવાળામાં ‘પોષણ માહ’ની ઉમંગભેર ઉજવણી: ધાન્યોથી રંગબેરંગી રંગોળી કરવામાં આવી

“સહી પોષણ, દેશ રોશન” હિન્દ ન્યુઝ, બોટાદ તંદુરસ્ત રાષ્ટ્રનાં નિર્માણ માટે ભવિષ્યના નિર્માતા એવા બાળકોનું સ્વાસ્થ્ય તંદુરસ્ત હોવું ખુબ જરૂરી છે. તેથી સ્વસ્થ રાષ્ટ્રનાં નિર્માણ માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા તા.૦૮ માર્ચ ૨૦૧૮નાં રોજ દેશવ્યાપી પોષણ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જે અન્વયે દર સપ્ટેમ્બર માસમાં “પોષણ અભિયાન”ની ઉજવણી કરવામાં આવે છે. બોટાદ જિલ્લામાં આઈ.સી.ડી.એસ. શાખા દ્વારા પોષણ માહ અંતર્ગત મહિલાઓ અને બાળકોના સ્વાસ્થ્ય માટે વિવિધ આરોગ્યલક્ષી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જે અન્વયે બરવાળામાં જનભાગીદારી વધારવા અને પોષણ અંગે જનજાગૃત્તિનો સંદેશ લોકો સુધી પહોંચાડવા શાળાઓ-આંગણવાડીઓમાં ધાન્યો વડે સુંદર…

Read More

બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના કેટલાંક ગામોમાં કેન્દ્ર સંચાલકની ખંડ સમયની નિમણૂંક માટે કામ ચલાઉ ધોરણે માનદ વેતનથી નિમણૂંક આપવા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવાઈ

હિન્દ ન્યુઝ, બોટાદ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ બોટાદ હસ્તકની મોજે ગઢડા, તા.ગઢડાની પશ્વિમ ગઢાળી (કેંદ્ર નં-૪) ચિરોડા (કેન્દ્ર નં-૫), લીંબાળા (કેન્દ્ર નં-૧૨), મોટા ઉમરડા (કેન્દ્ર નં-૧૮), પાટણા (કેન્દ્ર નં-૨૨), ભંડારીયા (કેંદ્ર નં-૨૩) રણિયાળા (કેંદ્ર નં:૨૮), સીતાપર (કેંદ્ર નં:૩૪), ઇંગોરાળા(ખા) (કેંદ્ર નં-૪૬),તતાણા (કેંદ્ર નં-૬૦), વિરડી (કેંદ્ર નં-૬૫), વાવડી (કેંદ્રનં-૭૧) નવા રાજપીપળા (કેંદ્ર નં-૯૧) પ્રાથમિક શાળા તા.ગઢડા, જિ.બોટાદ માટે કેન્દ્ર સંચાલકની ખંડ સમયની નિમણૂંક માટે વર્ષ ૨૦૨૨-૨૩ ના શૈક્ષણિક વર્ષ માટે કામ ચલાઉ ધોરણે માનદ વેતનથી નિમણૂંક આપવા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી છે. ઉમેદવાર એસ.એસ.સી પાસ હોય તેવી વ્યકિતની પસંદગી કરવામાં…

Read More

મધ્યાહન ભોજન અંતર્ગત ચાલતા કેન્દ્રોમાં સંચાલકની જગ્યા ભરવા બોટાદ મામલતદાર કચેરી દ્વારા અરજીઓ મંગાવાઈ

હિન્દ ન્યુઝ, બોટાદ બોટાદ તાલુકાની જુની સરવઇ પ્રાથમિક શાળા (કેન્દ્ર નંબર-૫૭) અને નવી સરવઇ પ્રાથમિક શાળા (કેન્દ્ર નંબર-૫૮) માટે મધ્યાહન ભોજન યોજના અંતર્ગત ચાલતા કેન્દ્રોમાં વિવિધ કારણે ખાલી પડતી કેન્દ્ર સંચાલકોની જગ્યા ભરવાની થાય છે. આ જગ્યા માટે તા. ૧૫/૦૯/૨૦૨૨ થી તા.૨૬/૦૯/૨૦૨૨ સુધીમાં નિયત નમુનાનું અરજી ફોર્મ મામલતદાર કચેરી, મધ્યાહન ભોજન શાખા તાલુકા સેવા સદન, પહેલો માળ, બોટાદ ખાતે કચેરી સમય દરમ્યાન જાહેર રજાના દિવસો સિવાય વિનામૂલ્યે વિતરણ કરવામાં આવશે તેમજ સ્વીકારવામાં આવશે. આ જગ્યા માટે લઘુતમ વયમર્યાદા-૨૦ વર્ષ અને મહત્તમ વય મર્યાદા-૬૦ વર્ષની નક્કી કરવામાં આવેલ છે. તેમજ શૈક્ષણિક…

Read More

આપણું રક્તદાન અન્ય માટે વરદાન એક વ્યક્તિનું રક્તદાન અનેક વ્યક્તિઓને જીવતદાન

હિન્દ ન્યુઝ, બોટાદ “એક વ્યક્તિનું રક્તદાન અનેક વ્યક્તિઓને જીવતદાન” આજના યુગમાં આ વાક્ય ખુબ જ યથાર્થ છે. રક્તદાનને મહાદાન કહેવામાં આવે છે કારણ કે રક્તદાતાનું એક યુનિટ લોહી લગભગ 3 જીવન બચાવી શકે છે, તેથી દરેક સ્વસ્થ વ્યક્તિએ રક્તદાન કરવું જોઈએ. કોઈપણ તંદુરસ્ત વ્યક્તિ વર્ષમાં ત્રણથી ચાર વખત રક્તદાન કરી શકે છે. માનવતાનાં આ ઉમદા કાર્ય સંદર્ભે સરકારશ્રી દ્વારા 17 સપ્ટેમ્બરે સ્વૈચ્છિક રક્તદાન અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. આપણે પણ રક્તદાન કરીને અન્ય વ્યક્તિનું અમુલ્ય જીવન બચાવવામાં યોગદાન આપી શકીએ છીએ. રક્તદાન માટે શું કરવું જોઈએ ? રક્ત એ જીવનરક્ષક…

Read More