રાધનપુર દુરદર્શન કેન્દ્ર માં થયેલ ચોરીના ગુનાનો ભેદ ઉકેલતી પોલીસ

હિન્દ ન્યૂઝ, રાધનપુર

પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના સીનાડ ગામમાં દૂરદર્શન કેન્દ્ર માંથી લાખો રૂપિયા ના સામાન ની ચોરી ની ઘટના પોલીસ સ્ટેશન ખાતે નોંધવામાં આવી હતી જેને લઈને પોલીસ દ્વારા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવતા આ ચોરી ને અંજામ આપનાર ચાર શખ્શો ને ઝડપી લેવામાં સફળતા મેળવી છે.

રાધનપુર થી પાલનપુર રોડ ઉપર આવેલ સીનાડ દૂરદર્શન કેન્દ્રમાંથી થઈ હતી ચોરી જેનો ભેદ ઉકેલતા રાધનપુર ના સીનાડ ગામમાં આવેલ દૂરદર્શન કેન્દ્ર માંથી અજાણ્યા ચોર ટોળકીએ કેબલ, કોપર પટ્ટીઓ પંખા બેટરી વગેરે મળી લાખો રૂપિયાની ચોરી કરી ગયા હતા. જે અંગે રાધનપુર પોલીસ સ્ટેશનમાં ધોરણસરની ફરિયાદ દાખલ કરવામાં આવતા પાટણ જિલ્લા પોલીસ વડા એસપી વિજય પટેલ ની સુચના હેઠળ પી.આઈ એચ એફ ચાવડા પો.સઈ.વી.આર ડાભી તેમજ સ્ટાફના માણસો દ્વારા આ ચોરીનો ભેદ ઉકેલવાની દિશામાં તપાસ શરૂ કરતાં ચોક્કસ બાતમી મળી હતી.

ચોક્કસ બાતમી ના આધારે પેટ્રોલિંગ દરમિયાન સફારી ગાડી રોકતા જેનો નંબર G.J.01 HP 8652 શંકાસ્પદ હાલતમાં સરસામાન સાથે જતા શખ્સોને રોકી પૂછપરછ કરતા તેમજ તપાસ કરતા ઠાકોર મહેશભાઈ રામાભાઇ, રબારી રઘુભાઈ પુનામભાઈ, પારકરા દશરથભાઈ ભવનભાઈ રહેઠાણ ત્રણે સીનાડ વાળાઓ તેમજ ચોરી નો મુદ્દા માલ વેચાણ રાખી ભરવા આવેલ ભરવાડ અંકિતભાઈ અજયભાઈ ના ઓ હોવાનું ખુલ્યું હતું અને તેઓએ સીનાડ દૂરદર્શન કેન્દ્રમાં ચોરી કરી હોવાની કબુલાત કરી હતી. જેથી પોલીસે ચોરીના મુદ્દા માલ કિંમત રૂપિયા 4.35362 મુદ્દા માલ કબજે કરી ઈ.પી કો. કલમ – 454, 457 ,380 મુજબ વધુ તપાસ હાથ ધરી છે.

રિપોર્ટર : અનિલ રામાનુજ, રાધનપુર

Related posts

Leave a Comment