લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ અંતર્ગત મતદાન અને મત ગણતરીની કામગીરી માટે પત્રકારોએ પાસ મેળવવા બાબત

હિન્દ ન્યુઝ, જામનગર

      આગામી તા.૦૭/૦૫/૨૦૨૪ના રોજ લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ યોજાના૨ છે. જે સંદર્ભે મતદાન મથક તથા મતગણતરી કેન્દ્રમાં પ્રવેશ માટે પત્રકારો/પ્રસાર માધ્યમના પ્રતિનિધિઓને કવરેજ પાસ આપવામાં આવશે.

કવરેજ પાસ મેળવવા ઇચ્છતા મીડિયાકર્મીઓ નીચેની લિંક ૫૨ અથવા કયુ.આ૨.કોડ સ્કેન કરીને તા. ૨ એપ્રિલથી તા.૪ એપ્રિલ ૨૦૨૪ દરમિયાન જ અરજી કરી શકશે

https://chunavsetu.gujarat.gov.in/AuthorityLetter

અગત્યની માર્ગદર્શિકા

ઇલેક્ટ્રોનિક મીડિયા માટે એક કાઉન્ટિંગ સેન્ટ૨ માટે એક ચેનલને વધુમાં વધુ બે જ અધિકા૨ પત્ર આપવામાં આવશે અને દરેક વ્યક્તિએ વ્યક્તિગત અધિકારપત્ર મેળવવાનું રહેશે.

પ્રિન્ટ મીડિયા માટે એક કાઉન્ટિંગ સેન્ટર પર એક એજન્સી/વર્તમાનપત્રને એક જ અધિકા૨ ૫ત્ર આપવામાં આવશે.

વર્ષ-૨૦૨૪નું એક્રેડિટેશન કાર્ડ ધરાવતા તમામ પત્રકારો અરજી કરી શકશે. એક્રેડિટેશન કાર્ડ ન ધરાવતા સાપ્તાહિક, પાક્ષિક અને માસિકના પત્રકારોની અરજી માન્ય ગણવામાં આવશે નહીં.

એક્રેડિટેશન કાર્ડ ન ધરાવતા પત્રકારો/ફોટોગ્રાફ૨/કેમેરામેન માટે અરજી સાથે તેમના

તંત્રીશ્રીનો ભલામણપત્ર અચૂક જોડવાનો રહેશે. પત્રકારોએ ફોર્મમાં માંગ્યા મુજબના ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે.

મતગણતરી માટે તેમજ કાઉન્ટિંગ માટે અલગ અલગ અધિકા૨ ૫ત્ર ઇસ્યૂ ક૨વામાં આવશે. જેનો ઉપયોગ માત્ર મતગણતરી અથવા કાઉન્ટિંગ માટે જ થઈ શકશે.

ઓનલાઈન અરજી કરવા સમયેના જરૂરી ડોક્યુમેન્ટ

બંને બાજુએ સ્કેન કરેલ આધારકાર્ડ

પાસપોર્ટ સાઇઝ ફોટો

સંસ્થાનું આઈકાર્ડ

એક્રેડિટેશન કાર્ડ ધરાવતા હોય તો એક્રેડિટેશન કાર્ડ

સંસ્થાનો ભલામણ પત્ર

આ સિવાય પાસ અંગેની પ્રોસેસ કરતી વખતે જે વિગતો માંગવામાં આવે તે ભરવાની રહેશે.

નોંધ

તા.૨ થી તા.૪ એપ્રિલ દરમિયાન ઓનલાઈન અરજી કરી શકાશે અને અરજીમાં સુધારા વધારા પણ કરી શકાશે.

એક મોબાઇલ નંબર પર થી એક જ લૉગઇન તેમજ એક જ અરજી કરી શકાશે.

આ પ્રક્રિયા અગત્યની હોય અધિકાર પત્ર મેળવવા માંગતા પત્રકારોએ સમય મર્યાદાની અંદર અરજી કરી દેવા નમ્ર વિનંતી છે.

Related posts

Leave a Comment