રાધનપુર ના મધ્ય માં આવેલ વડપાસર તળાવ ઓવરફલો

હિન્દ ન્યુઝ, રાધનપુર

પાટણ જિલ્લાના રાધનપુર ખાતે મધ્ય માં આવેલ વડપાસર તળાવ ઓવરફલો થતાં મુખ્ય બજાર માં ઘૂંટણ સમાં પાણી ભરાઈ ગયા છે.તળાવ નું પાણી રાધનપુર શહેર ના મેન બજાર રસ્તાઓ માં ઘસ્યું, ઉપરવાસ માં ભારે વરસાદ ના કારણે તળાવ ઓવરફલો થતાં રાહદારીઓ વાહન ચાલકો તેમજ સ્થાનિક લોકો માં પરેશાની જોવા મળી રહી છે. રાધનપુર મંડી ચોક થી બસ સ્ટેન્ડ સુધી પાણી ભરાતા જાહેર માર્ગો પર પાણી ફરી વળ્યા છે. જેના કારણે વેપારીઓ તેમજ વાહન ચાલકો થયા પરેશાન.


રાધનપુર માં મોડી રાત્રે વીજળી ના કડાકા ભડાકા સાથે વરસાદ ચાલુ રહેતા રાધનપુર માં ઠેર ઠેર પાણી ભરાયાં તેમજ શહેર ના જાહેર માર્ગો પર ત્રણ ફૂટ જેટલા વરસાદી પાણી ભરાતા રાહદારીઓ તેમજ વાહન ચાલકો પરેશાન થયા. રાધનપુર વિસ્તાર માં મોડી રાત્રે થી સવાર સુધીમાં પડેલ વરસાદ ને લઈને જલારામ સોસાયટી ના બહાર ના મુખ્ય માર્ગ પર વરસાદી પાણી ભરાયા હતા.જ્યારે વૃંદાવન સોસાયટી થી હાઈવે તરફ જવાના માર્ગ પર ત્રણ ફૂટ જેટલા પાણી ભરાતા વાહનચાલકો ને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. રાધનપુર મેન બજાર માં જાહેર માર્ગો પર પડેલ મોટા ખાડાઓ વરસાદ ના પાણી ભરાવાને કારણે નજર ના આવતા વાહનો પલ્ટી ખાઈ જાય છે તો છકડો પલ્ટી ખાઈ જતાં આજુબાજુના દુકાનદારો દોડી આવી છકડા ને ઉભો કરવામાં આવ્યો હતો.જેમાં છકડા ચાલક ને સામાન્ય ઈજાઓ થવા પામી હતી. નગર પાલિકા ના સતાધીશો ની અણઘડ વહીવટ ના કારણે સામાન્ય વરસાદ માં પણ રાધનપુર જનતા ને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. આમાંથી વાહન ચાલકો તેમજ સ્થાનિક લોકો ને ક્યારે છુટકારો મળશે તે જોવું રહ્યું..?

રિપોર્ટર : અનિલ રામાનુજ, રાધનપુર

Related posts

Leave a Comment