હિન્દ ન્યુઝ, જામનગર
લાલપુર ની ઘટના બાદ તંત્ર ગૌરક્ષા માટે મોટી ઝુંબેશ ચલાવે તેવી હિન્દુ સેના ગુજરાત ગૌરક્ષા પ્રમુખની માંગ
“રાત્રીના 8 કલાકથી વધુ જીવ ના જોખમે સીમ વિસ્તારમાં વોચ રાખનાર હિન્દુ સેના ગુજરાત ગૌરક્ષા પ્રમુખ આશુતોષ પાઠક ને ધન્યવાદ : ગૌરક્ષક અને પોલીસનું ઓપરેશન સફળ
જામનગર જિલ્લામાં આવેલ લાલપુર ગામની સીમમાં ગૌવંશને પકડી કતલખાને મોકલવાની બાતમી ચોટીલા થી ગૌરક્ષા દળના હરેશભાઈ ચૌહાણે જામનગર હિન્દુ સેના ગુજરાત ગૌરક્ષા પ્રમુખ આશુતોષ પાઠક – ગૌરક્ષા દળ જામનગરને બાતમી આપી, ત્યારથી જ ચક્રો ગતિમાન કરતા રાત્રિ થી જ લાલપુર સીમ વિસ્તારના માં એક ધારી ખાધા – પીધા વિના 8 કલાક થી વધુ વોચ રાખી, કતલખાને ગૌવંશ ને પહોંચાડવાના ષડયંત્ર નો પર્દાફાસ કર્યો છે. આ બનાવ માં આશુતોષ પાઠક, હિન્દુ સેના સૌરાષ્ટ્ર યુવા પ્રમુખ મયુર પટેલ તેમજ લાલપુર પોલીસ સ્ટેશનમના પી.એસ.આઇ. ડી.એસ.વાઢેર અને તેમની ટીમ દ્વારા ઘટના સ્થળે પહોંચી ને પાણી, ઘાસચારો વિના જ ક્રૂરતાથી અલગ અલગ સ્થાનો પર 65 થી વધુ ગૌવંશ બાંધેલ હતા. જે ગૌવંશને કતલખાને જતા છોડાવ્યા હતા, ત્યારબાદ વધુ તપાસ કરી પોલીસે આરોપીઓ ને ગણતરીની કલાકોમાં અટક કરી ગુનો દાખલ કરવા કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ ખાતાની કામગીરી થી કતલખાને લઈ જનારાઓની અટક સાથેજ ગુજરાતના ગૌરક્ષકો માં હાશકારો થયો હતો અને જામનગર જિલ્લાના લાલપુર પોલીસ સ્ટેશનની કામગીરીને વધાવી હતી તેમજ આવી બનતી ઘટનાઓ માં વારંવાર જીવના જોખમે કામ કરતા ગૌરક્ષકો ને પણ સન્માનિત કર્યા હતા. સાથોસાથ સરકારના કડક કાયદાનો અમલ કરાવા અને આવા ગૌવંશના કતલ કરનારા કે કતલખાને મોકલનારા ને જડ મૂળથી સાફ કરવા તેમ જ કડક માં કડક કાર્યવાહી કરવા અને રાત્રી દરમ્યાન જામનગર સહિત પૂરા ગુજરાત માં છાના છુપા કતલખાને મોકલતા લોકો સામે સતત તંત્ર દ્વારા ઝુંબેશ ચલાવવા હિન્દુ સેના ગુજરાત અધ્યક્ષ પ્રતીક ભટ્ટ અને હિન્દુ સેના ગુજરાત ગૌરક્ષા પ્રમુખ આશુતોષ પાઠકે ગુજરાત સરકાર પાસે માંગણી કરી છે તેમજ લોકો ને ગૌરક્ષા માટે આગળ આવવા હાકલ કરી છે. આમ થોડા સમય પહેલા સિક્કા ના આમરા અને તાજેતર ના લાલપુર સીમ ની ઘટનાથી ગૌરક્ષકોમાં રોષ વ્યાપી ગયો છે. સૌરાષ્ટ્ર માં કતલખાને મોકલવાનું 2021 ના અંત નું મોટામાં મોટું આ ષડયંત્ર ને તોડી પાડવા ગૌ રક્ષકો અને પોલીસ જવાનો એ પાર પાડ્યું છે, જેથી ગૌ વંશ ની તસ્કરી તેમજ કતલ ખાને જતા અટકાવવા અને કડક કાર્યવાહીની અમલ કરવા માંગ ઉઠવા પામી છે. ખાસ કરીને લાલપુર સીમ માં ગૌરક્ષક આશુતોષ પાઠક અને તેમની ટીમ તેમજ લાલપુર પોલીસ ખાતાના પી.એસ.આઇ. ડી.એસ.વાઢેર સહિત પોલીસ જવાનો દ્વારા ઓપરેશન સફળ બનાવ્યું હતું.