હિન્દ ન્યુઝ, રાધનપુર
પુવૅ ગુહ મંત્રી અને ગુજરાત અર્બુદા સેના ના અધ્યક્ષ વિપુલ ચૌધરી ની ધરપકડ ને લઈને રાધનપુર વિસ્તારના ચૌધરી સમાજના લોકો માં ભારે રોષ ને લઈને તાત્કાલિક ધોરણે મુક્ત કરવામાં આવે તેવી માગણી સાથે રાધનપુર મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું. ભાજપ સરકાર સામે સુત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા તો ભાજપ ના નેતા ના ઇશારે વિપુલ ચૌધરી ની ધરપકડ કરવામાં આવી છે તેવું જણાવ્યું હતું. આવનારી 2022 ની વિધાનસભા માં ચૌધરી સમાજ ભાજપ વિરોધ કરશે, વિપુલ ચૌધરી ને મુક્ત નહીં કરવામાં આવે તો ચૌધરી સમાજ ભાજપ સરકાર સામે લાલઘુમ ચૌધરી સમાજની અને અર્બુદા સેનાની માંગણી તાત્કાલિક ધોરણે વિપુલ ચૌધરીને મુક્ત કરવામાં આવે જો મુક્ત નહીં કરવામાં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચિમકી આપી હતી.
રિપોર્ટર : અનિલ રામાનુજ, રાધનપુર