ડો સુભાષ એકેડમી ના પ્રમુખ જવાહરભાઈ ચાવડા ની મહત્વની જાહેરાત જૂનાગઢમાં અધ્યતન યુનિવર્સિટી કેમ્પસ નિર્માણ થશે

હિન્દ ન્યુઝ, જૂનાગઢ

જુનાગઢ આર્ય કન્યા છાત્રાલયના સ્થાપના દિવસ તેમજ અગ્રણી કેળવણી કાર પેથલજીબાપા ચાવડાના ૯૩ માં જન્મદિવસ નિમિત્તે બ્લડ ડોનેશન જેવા કાર્યક્રમો કરવામાં આવ્યા હતા.

જેમાં દો સુભાષ એકેડીના પ્રમુખ જવાહરભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે પેથલજી બાપા નું એક સપનું હતું કે આ સંસ્થા એક યુનિવર્સિટી બને અને તેનો લાભ માત્ર ગુજરાતના વિદ્યાર્થીઓને નહીં પરંતુ સમગ્ર ભારતના વિદ્યાર્થીઓને મળે તે અંતર્ગત શૈક્ષણિક ક્ષેત્રે અધ્યતન અને આંતરરાષ્ટ્રીય કક્ષાનું યુનિવર્સિટી કેમ્પસ ૧૨૫ એકર કરતાં વધારે જગ્યામાં અને લગભગ ૪૦૦ કરોડના ખર્ચ ૨૫,૦૦૦ વિદ્યાર્થીઓનો અભ્યાસ કરી શકે તેટલી ક્ષમતા વાળી બનશે

તેમજ તેને જણાવ્યું હતું કે કેમ્પસની ડિઝાઇન જર્મનીના આર્કિટેક દ્વારા તૈયાર કરાઈ છે આ વિશાળ કેમ્પસની ડિઝાઇન જાણીતા આર્કિટેક કે જેમણે આઈ આઈ એમ બેંગ્લોર આઈ આઈ એમ ઉદયપુર સી ઇ પી ટી યુનિવર્સિટી એન આઈ એફ ટી નવી દિલ્હી અને નાલંદા યુનિવર્સિટી જેવી સંસ્થાની ડિઝાઇન તૈયાર કરી છે તેવા પદ્મભૂષણ બી વી દોશી અને તેમની સાથે જર્મન એના પ્રિન્સિપાલ આર્કિટેક તરીકે સોનેક હૂફ અને કૌશન હૂફ દ્વારા કરવામાં આવનાર છે

આ કાર્યક્રમમાં જુનાગઢના જિલ્લા કલેકટર રચિત રાજ સહિતના મહાનુભાવો જોડાયા હતા મુખ્ય વ્યક્ત તરીકે શૈલેષભાઈ સગપરિયા પણ જોડાયા હતા તેમજ સંસ્થા ખાતે સવારે મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રેજ આઈજી નિલેશ ઝાઝડિયા ડીડીઓ મીરાંત પરીખ મ્યું. કમિશનર રાજેશકુમાર તન્ના એસપી રવિ તેજા સહિતના ઉપસ્થિત રહ્યા હતા

રિપોર્ટર : હિરેન નાગ્રેચા, જૂનાગઢ

Related posts

Leave a Comment