બોટાદ જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ

હિન્દ ન્યુઝ, બોટાદ

બોટાદ ઈન્ચાર્જ જિલ્લા કલેક્ટર પી.ડી.પલસાણાનાં અધ્યક્ષસ્થાને બોટાદ કલેક્ટર કચેરી ખાતે જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઇ હતી. જેમાં ઈન્ચાર્જ કલેક્ટર પી.ડી.પલસાણાએ જિલ્લા પંચાયતના પ્રમુખ ઘનશ્યામભાઈ વિરાણી તેમજ પદાધિકારીઓની રજૂઆતો સાંભળી અને સંબંધિત કચેરીઓને તે સમસ્યાઓનાં નિવારણ માટે સૂચનો કર્યા હતા.

આગામી સમયમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનાં ભાવનગર પ્રવાસને લઈ બોટાદ જિલ્લા વહીવટી તંત્રને સુચારૂ આયોજન કરવા અને આયોજનમાં સહયોગ આપવા ઈન્ચાર્જ કલેક્ટરએ અપીલ કરી હતી. સાથોસાથ તેમણે આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને અધિકારીઓને જરૂરી સુચના અને માર્ગદર્શન પુરૂં પાડ્યું હતું. લોકોના પ્રશ્નોનો ઝડપી અને યોગ્ય નિકાલ લાવવા ઈન્ચાર્જ કલેક્ટર પી.ડી. પલસાણા અને જિલ્લા પંચાયત પ્રમુખ ઘનશ્યામભાઈ વિરાણીએ અધિકારીઓને માર્ગદર્શક સુચનો આપ્યા હતાં.
બોટાદ કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. બેઠકનું સંચાલન અધિક નિવાસી કલેક્ટર મુકેશભાઈ પરમારે કર્યુ હતું. આ બેઠકમાં એસપી કિશોરભાઈ બલોલિયા, નાયબ વન સંરક્ષક આયુષ વર્મા, કલેક્ટર ટુ વનશ્રી રાજેશ્રી વગંવાણી સહિત વિવિધ વિભાગોનાં અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

રિપોર્ટર : સંજય ડણીયા, બોટાદ

Related posts

Leave a Comment