હિન્દ ન્યુઝ, દિયોદર
એચ.પી.પરમાર પોલીસ ઇન્સ્પેકટર તથા આર.જી.દેસાઈ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલ.સી.બી નાઓ ના માર્ગદર્શન મુજબ હેડ.કોન્સ વદુજી તથા પો.કોન્સ ધર્મેન્દ્રસિંહ, કિસ્મતજી જયપાલસિંહ, ભરતભાઈ, અશોકભાઈ પ્રકાશભાઇ એલ. સી.બી. ના માણસો થરા પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન ખાનગી રાહે હકીકત મળેલ કે એક અશોક લેલેન્ડ ગાડી નંબર GJ-01-DU-0522 માં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરી દિયોદર થી થરા તરફ આવનાર છે,.
જે બાતમી હકીકત આધારે મેડકોલ ગામે હનુમાન મંદિર પાસે ના રસ્તા પાસે વોચમાં હતા તે દરમ્યાન હકિકત વાળી અશોક લેલેન્ડ ગાડી આવતા તેને પકડી પાડી ગાડીમાં ચોર ખાનું બનાવી ભારતીય બનાવટના વિદેશી દારૂની તથા મોબાઈલ નંગ-2 કિં.રૂ.10,000/- તથા અશોક લેલેન્ડ ગાડી કિં.રૂ 3,00,000/- સાથે એમ કુલ કિં.રૂ.4,02.900/- ના મુદ્દામાલ સાથે મળી આવતાં ગાડી ચાલક (૧) રફીક મહમંદ ભાઈ ઓઠા રહે. જોસિપુરા .જી. જૂનાગઢ (2) મેહુલ ભીખુભાઈ ધારિયા રહે. બાબા પીપળીયા તા જેતપુર જી. જુનાગઢ વાળાઓને પકડી પાડેલ તેમજ માલ મંગાવનાર કપિલ પંજાબી (સિંધી) રાજકોટ વાળાઓ વિરુદ્ધમાં પ્રોહીબીશન એક્ટ મુજબ થરા પોલીસ સ્ટેશને કાયદેસરની કાર્યવાહી કરેલ છે.
અહેવાલ : પ્રદિપસિંહ વાઘેલા, દિયોદર