છાપી પો.સ્ટે.ના ગુનાનો 11 વર્ષથી નાસતો ફરતો આરોપીને ઝડપી પાડતી છાપી પોલીસ

હિન્દ ન્યૂઝ, છાપી,

IGP બોર્ડર રેન્જ – ભુજ જે.આર.મોથલીયા તથા SP બનાસકાંઠા – પાલનપુર તરૂણ દુગ્ગલ ના માર્ગેદર્શન હેઠળ હાલમા નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા અંગે સુચના કરેલ અને વિભાગીય પોલીસ અધિક્ષક સુશીલ અગ્રવાલ (IPS) તેમજ પાલનપુર સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર એન.ડી.અસારી ના માર્ગદર્શન હેઠળ છાપી પોલીસ સ્ટાફના પો. સબ ઈન્સ. એસ.ડી.ચૌધરી તેમજ અહેકો યાજ્ઞીકભાઈ રતુભાઇ , પો.કો ચેતનસિંહ રણછોડજી, પો.કો. મહેશભાઈ રઘનાથભાઈ, પો.કો.મહેન્દ્રભાઈ, વીરાભાઈ, પોલીસ સ્ટાફના માણસો ને ખાનગી રાહે હકીકત મળેલ કે છાપી પો.સ્ટે. સેકન્ડ.ગુ.ર.નં.૩૦૨૦/૨૦૦૯ ઘી ઇ.પી.કો. કલમ ૪૬૭,૪૭૧, ગુજરાત મૂલ્યવર્ધિત વેરા અધિનિયમ ૮૫(૨)ઠ મુજબ ના કામેનો આરોપી પલક જશવંત લાલ બારોટ રહે કોદરાલી તા વડગામ વાળો, જે હાલમાં થાણે મહારાષ્ટ્ર ખાતે રહે છે, જે છેલ્લા અગિયાર11 વર્ષ થી નાસતો ફરતો છે, જેને છાપી પોલીસે ચોક્કસ બાતમી આઘારે વોચ ગોઠવી આરોપીને મુંબઈ મુકામે પકડી પાડી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

અહેવાલ : ખુશાલભાઈ ચોરસિયા, છાપી

Related posts

Leave a Comment