હિન્દ ન્યૂઝ, રાજકોટ
તા.૨૬/૯/૨૦૨૦ ના રોજ રાજકોટ ખાતે મૂળ યુપીનો અને હાલ રૈયાધારમાં મોટાભાઈ સાથે રહેતો લક્ષ્મણભાઇ પથરીભાઈ સહાની નામનો 30 વર્ષીય શ્રમિક યુવાનના મામાએ કુવાડવા G.I.D.C માં કલરકામનો કોન્ટ્રાકટ રાખ્યો હોય. ત્યાં ૬ દિવસથી મજૂરીકામે જતો હતો. ગતરાત્રે સાથી મજૂરોને જમવાનું બનાવો મને બહુ ગરમી થાય છે. હું હવાફેર કરતો આવુ તેમ કહી સામેની ૪ માળની બિલ્ડિંગમાં ત્રીજા માળે હવા ખાવા ગયો. બેલેન્સ ગુમાવતા નીચે પટકાતા ગંભીર ઇજા થવાથી ૧૦૮ ના સ્ટાફે જોઈ તપાસી મૃત જાહેર કર્યો હતો. બનાવની જાણ થતા કુવાડવા પોલીસ સ્ટેશનનો સ્ટાફ દોડી ગયો હતો. તપાસ કરતા મૃતક ૫ ભાઈઓમાં નાનો હતો. તેના લગ્ન થઇ ગયા છે. પરંતુ પત્ની માવતરે છે. ગઈકાલે લક્ષ્મણે દારૂ પીધો હોવાથી તેને ગરમી થતી હોય. જેથી હવા ખાવા ત્રીજા માળે ગયો હતો. અને અકસ્માતે પટકાતા મોત નીપજ્યું હતું.
રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ