હિન્દ ન્યૂઝ, થરાદ,
થરાદ તાલુકા ના સણાવીયા ગામના વતની અને હાલ કડી ખાતે રહી પાટણ માં વર્ષ ૨૦૧૫-૧૯ દરમિયાન સરકારી ઇજનેરી કોલેજ માં કોમ્પ્યુટર એન્જીનીયર માં અભ્યાસ દરમિયાન કું.વંદનાબેન ગણેશભાઈ પટેલ (ચૌધરી) એ અભ્યાસ ની સાથે સાથે એન.એસ.એસ. માં જોડાઈ રાજય અને રાષ્ટ્રીય લેવલે ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ જેમને રાજય કક્ષા ના સર્વોચ્ચતમ એન.એસ.એસ. એવોર્ડ ૨૦૧૮-૧૯ માટે પસંદગી કરવામાં આવી હતી. જેના નેજા હેઠળ આ એવોર્ડ ઉચ્ચ શિક્ષણ કમિશ્નર કચેરી ગાંધીનગર ડાયરેકટર અને આઈ એ એસ અધિકારી એમ.નાગરાજનના વરદ હસ્તે એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.
કું.વંદનાબેન પટેલ (ચૌધરી) રાજય કક્ષા ના અને રાષ્ટ્રીય કક્ષા ના વિવિધ કાર્યક્રમો માં ભાગ લઈ ચુક્યા છે, જે અંતર્ગત જેઓને રાજય સ્તરીય સર્વશ્રેષ્ઠ સ્વયંમ સેવક એવોર્ડ (મહિલા) વર્ષ ૨૦૧૭-૧૮ થી સન્માનિત કરવામાં આવ્યા હતા. જેઓ રાષ્ટ્રીય સ્તરીય પ્રિ. આર.ડી. કેમ્પ મહારાષ્ટ્ર (૨૦૧૮) નેશનલ યુથ ફેસ્ટિવલ યુ.પી (૨૦૧૮) તેમજ દિલ્હી (રાજપથ) ખાતે પ્રજાસતાક દિન ના યોજાયેલ પરેડ (૨૦૧૯) માં ભાગ લઈ સમગ્ર ગુજરાત નું નામ રોશન કર્યું હતું અને તેઓ ઉત્તર ગુજરાતની હેમચંદ્રાચાર્ય વિશ્વવિદ્યાલય પાટણમાં રાષ્ટ્રીય સ્તરીય પ્રિ. આર.ડી. કેમ્પ દરમિયાન પરેડ તાલીમ પ્રશિક્ષક તરીકે પણ સેવા આપી ચુક્યા છે. સાથે સાથે જેઓ એ પાટણ જિલ્લા માં પણ એન એસ.એસ.ની વિવિધ શિબિરો માં ભાગ લઈ સુંદર કામગીરી પણ કરી છે જેમની એન.એસ.એસ માં સારી કામગીરી ને લઈ રાજય કક્ષા ના એન એસ એસ એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા.
રિપોર્ટર : પ્રદિપસિંહ વાઘેલા, દિયોદર