આણંદ જિલ્લામાં સેવાસેતુ કાર્યક્રમનો ૧૦ મો તબક્કો શરૂ થશે

હિન્દ ન્યુઝ, આણંદ

રાજ્ય સરકાર દ્વારા છેવાડાને માનવીને વિવિધ યોજનાકીય સહાય અને લાભો સ્થળ ઉપર જ સમયસર મળી રહે તે માટે આણંદ જિલ્લાના ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં સેવાસેતુ કાર્યક્રમ યોજાનાર છે.

        સમગ્ર ગુજરાતની સાથે આગામી તા. ૧૭ મી સપ્ટેમ્બર થી આણંદ જિલ્લામાં દસમાં તબક્કાના સેવાસેતુ કાર્યક્રમનો પ્રારંભ થઈ રહ્યો છે.

        સેવાસેતુ કાર્યક્રમના સુચારૂ આયોજન અને અસરકારક અમલીકરણ અર્થે આણંદ જિલ્લા કલેકટર પ્રવીણ ચૌધરીની અધ્યક્ષતામાં સર્કિટ હાઉસ આણંદ ખાતે બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં કલેક્ટરએ રાજ્ય સરકારની વિવિધ ૫૫ જેટલી યોજનાઓના લાભો લોકોને સ્થળ ઉપર જ મળી રહે તે માટે સઘન આયોજન કરવા સબંધિત અમલીકરણ અધિકારીઓને જણાવ્યું હતું.

        આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી મિલિંદ બાપનાપ્રોબેશ્નરી આઈ.એ.એસ. અધિકારી અને પેટલાદના પ્રાંત અધિકારીનિવાસી અધિક કલેકટર ઋતુરાજ દેસાઈ,  જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક દેસાઈ સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

Leave a Comment