ભારત સરકારનાં પેયજળ અને સ્વચ્છતા વિભાગ ધ્વારા ૧૭ સપ્ટેમ્બર થી ૨ જી ઓક્ટોબર સુધી “સ્વચ્છતા હી સેવા – ૨૦૨૪” કેમ્પેઈનનું આયોજન

સ્વચ્છતા હી સેવા – ૨૦૨૪”

હિન્દ ન્યુઝ, આણંદ

તા. ૨ જી ઓક્ટોબર એટલે કે, મહાત્મા ગાંધીજીને શ્રધ્ધાંજલી આપવા સમગ્ર ભારતમાં સ્વચ્છતા માટેના જન આંદોલનની ઉજવણી માટે આહવાન કરવામાં આવ્યું છે.

        આ વર્ષે સ્વચ્છ ભારત મિશનના ૧૦ વર્ષની ઉજવણીનાં ભાગરૂપે આ દિવસને “સ્વચ્છ ભારત દિવસ” તરીકે ઉજવવાનું આયોજન કરવામાં આવેલ છે. સ્વચ્છ ભારત દિવસની ઉજવણીનાં ભાગરૂપે ભારત સરકાર ધ્વારા સ્વચ્છ ભારત મિશન તા.૧૭ સપ્ટેમ્બર થી ૨ જી ઓક્ટોબર ૨૦૨૪ સુધી “સ્વચ્છતા હી સેવા – ૨૦૨૪” પખવાડિયાનું આયોજન કરવામાં આવેલ છે. જે અન્વયે રાજ્ય સરકાર ધ્વારા નિર્મળ ગુજરાત ૨.૦ ની કામગીરી અને પ્રાધાન્યતાને ધ્યાને લઈને સમગ્ર રાજ્યમાં “સ્વચ્છતા હી સેવા – ૨૦૨૪” અભિયાનને ૧૭ સપ્ટેમ્બર થી ૩૧ ઓક્ટોબર ૨૦૨૪ સુધી લંબાવી સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવાનું નક્કી કરવામાં આવેલ છે.

        જે અન્વયે કલેકટર પ્રવીણ ચૌધરી અને જીલ્લા વિકાસ અધિકારી મિલિંદ બાપનાની અધ્યક્ષતા હેઠળ આજે સર્કીટ હાઉસ, આણંદ ખાતે બેઠક યોજવામાં આવી હતી.

        આ બેઠકમાં નિવાસી અધિક કલેકટર ઋતુરાજ દેસાઈ, નિયામક, જીલ્લા ગ્રામ વિકાસ એજન્સી, આંણદ ધ્વારા ઉપસ્થિત તમામ અધિકારીઓને પોતાના વહીવટીતંત્રના અધિકારી/કર્મચારીઓની સાથે સાથે જન-પ્રતિનિધિઓ અને મહત્તમ લોક ભાગીદારી સાથે સમગ્ર જીલ્લામાં “સ્વચ્છતા હી સેવા – ૨૦૨૪” કાર્યક્રમ હેઠળ વિવિધ ગામોમાં સ્વચ્છતાલક્ષી વિવિધ પ્રવૃતિઓ, જન-જાગૃતિના અભિયાન, વગેરેનું આયોજન કરવા સુમાહિતગાર કરવામાં આવ્યા હતા.

Related posts

Leave a Comment