આજે વિશ્વ સાક્ષરતા દિવસ : એક સાક્ષર, એક નિરક્ષરને સાક્ષર કરે એજ સંકલ્પ

હિન્દ ન્યુઝ, બોટાદ

દર વર્ષે ૮ મી સપ્ટેમ્બરના રોજ સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ (International Literacy Day) ઉજવવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ ઉજવવાનો મુખ્ય હેતુ એ લોકોને શિક્ષણ પ્રત્યે જાગૃત કરવાનો અને માનવ વિકાસ અને ચેતનાને પ્રોત્સાહન આપવાનો છે. બદલાયેલી પરિસ્થિતિમાં શિક્ષણ અને શીખવાની પદ્ધતિમાં પણ ઘણો ફેરફાર થયો છે અને હવે ભૌતિક વર્ગખંડની સાથેસાથે ઓનલાઈન શિક્ષણ દ્વારા પણ શિક્ષણ આપવામાં આવી રહ્યું છે.

ઈતિહાસ અને હેતુ:

વર્ષ ૧૯૬૫ ના ૧૭ મી નવેમ્બરના રોજ યુનેસ્કો (UNESCO) દ્વારા આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ ઉજવવાની જાહેરાત કરવામાં આવી હતી. ત્યારબાદ આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ ઉજવવાની શરૂઆત એ વર્ષ ૧૯૬૬ થી કરવામાં આવી હતી. આ દિવસ ઉજવવાનો હેતુ લોકોને શિક્ષણ પ્રત્યે જાગૃત કરવાનો અને માનવ વિકાસ અને ચેતનાને પ્રોત્સાહન આપવાનો છે. દરેક વ્યક્તિ અને સમુદાય સાક્ષરતાનું મહત્વ સમજે અને જાણે તે માટે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે.

સાક્ષરતા એટલે શું ?

સાક્ષરતા શબ્દ એ સાક્ષર ઉપરથી આવ્યો છે. જેનો અર્થ થાય છે લખવા અને વાંચવામાં સક્ષમ. કોઈપણ વ્યક્તિ જે સારી રીતે લખી અને વાંચી શકે છે તેને સાક્ષર કહેવામા આવે છે. તેની વ્યાખ્યા જોવા જઈએ તો ભારતમાં ૭ વર્ષની અથવા તો તેનાથી મોટી ઉંમરની કોઈપણ વ્યક્તિ સારી રીતે લખી અને વાંચી શકે છે તો તે સાક્ષર કહેવાય છે. ૭ વર્ષથી ઓછી ઉંમરનું બાળક લખી અથવા વાંચી શકે છે તો પણ તેનો સમાવેશ સાક્ષરતામાં કરવામાં આવતો નથી.

વિશ્વના કોઇપણ દેશનો વિકાસ તેના સાક્ષરતા આંક ઉપરથી નક્કી કરી શકાય છે. વિશ્વમાં સારા સમાજની રચના, શ્રેષ્ઠ નાગરીક ઘડતર માટે શિક્ષણ ખૂબ જ આવશ્યક છે. વૈશ્વિક સ્તરે વિકાસશીલ દેશોનો અભ્યાસ જોઇએ તો તેના વિકાસમાં સાક્ષરતાનો ફાળો સવિશેષ રહેલો હોય છે.

અત્રે ઉલ્લેખનિય છે કે, વર્ષ ૨૦૧૧ માં ભારતનો કુલ સાક્ષરતા દર ૭૪.૪ ટકા છે. જેમાં દેશનું સૌથી સાક્ષર રાજ્ય એ કેરળ છે. જેનો સાક્ષરતા દર ૯૩.૯૧ ટકા છે. દેશનું સૌથી ઓછું સાક્ષર રાજ્ય બિહાર છે. જેનો સાક્ષરતા દર ૬૬.૮૨ ટકા છે. સમગ્ર દેશમાં જોવા જોઈએ તો ૮૪.૭ ટકા પુરુષો અને ૭૦.૩ ટકા મહિલાઓ સાક્ષરતા ધરાવે છે. વર્ષ ૨૦૧૧ માં ગુજરાતનો સાક્ષરતા દર જોવા જઈએ તો ગુજરાતનો કુલ સાક્ષરતા દર ૭૯.૩૧ ટકા છે. ગુજરાતનું સૌથી સાક્ષર જિલ્લો સુરત ગણવામાં આવે છે. જેનો સાક્ષરતા દર ૮૫.૫૦ ટકા છે.

આમ, આજે વિશ્વ સાક્ષરતા દિવસ નિમિતે દરેક ભારતીય નાગરિક સાક્ષરતા પ્રાપ્ત કરે એ જરૂરી છે. સાક્ષરTagsતાનું મહત્વ સમજી દરેક વ્યકિત, સમુદાય તેમજ સમાજમાં તેના પ્રત્યે જાગૃતિ આવે તે આવશ્યક છે. સાક્ષરતાનો વિકાસ થશે તો જ નાગરીકોનો કૌશલ્યો નો વિકાસ થશે.

રિપોર્ટર : સંજય ડણીયા, બોટાદ

Related posts

Leave a Comment