હિન્દ ન્યુઝ, ભુજ
ભારત સરકારના યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય અંતર્ગત ચાલતા નહેરૂ યુવા કેન્દ્ર સંગઠનમાં સપ્ટેમ્બર ૨૦૨૨ આ માસમાં મેઘા યુવા ઉત્સવ યોજનાર છે. જેમાં ૧૫ થી ૨૯ વર્ષની યુવક યુવતી અને જોડાવાની અમૂલ્ય તક છે. જિલ્લા, રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે પેન્ટિંગ, કવિતા લેખન, ફોટોગ્રાફી વર્કશોપ, વકતૃત્વ સ્પર્ધા, સાંસ્કૃતિક ડાન્સ અને ગાયન પ્રતિયોગિતામાં જોડાવવા માટે આજે જિલ્લા યુવા વિકાસ અધિકારી શ્રી રચનાબેન વર્મા, બહુમાળી ભવન, રૂમ નંબર-૧૦૮, ગ્રાઉન્ડ ફ્લોર, ભુજના કાર્યાલય ખાતે સવારે ૧૦ થી સાંજના પ:00 વાગ્યા સુધી સંપર્ક કરીને અરજી આપી શકાશે. વિજેતા ટીમને કે વિજેતા વ્યક્તિને મેડલ અને પ્રમાણપત્ર આપવામાં આવશે અને તેમને રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે ભાગ લેવાની તક મળશે. સાંસ્કૃતિક ડાન્સ અને ગાયન પ્રતિયોગિતા તથા યુવા સંમેલનમાં યુવાઓ જિલ્લા લેવલે જ ભાગ લઈ શકશે. જ્યારે પેઇન્ટિંગ, કવિતા લેખન, વાદ્ય પ્રતિયોગિતા અને ફોટોગ્રાફી વર્કશોપની પ્રતિયોગિતાના વિજેતાઓને રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે મોકલવામાં આવશે.
જે માટે અરજ્દારો તા.૧૦/૦૯/૨૦૨૨ સુધી જ અરજી કરી શકાશે. અરજદારને ઈ-મેલ અને પ્રેસનોટથી કાર્યક્રમની તારીખ,સમયની જાણકારી આપવામાં આવશે, યુવાઓ યુવા કેન્દ્રના email એડ્રેસ nukbhuj4403@gmail.com ઉપર પણ પોતાનું આયોજન પત્ર સાદા કાગળ ઉપર મોકલી શકશે. સાંસ્કૃતિક કાર્યક્રમમાં ગ્રુપ ડાન્સ અને ગ્રુપ સંગીત માટે પણ અરજી કરી શકાશે. ભાગ લેનાર તમામને પ્રમાણપત્ર અપાશે. માત્ર કચ્છ જિલ્લાના યુવા ભાઈ બહેનો આ ઉત્સવમાં ભાગ લઈ શકશે એમ કચ્છ જિલ્લા યુવા અધિકારી રચનાબેન વર્માની અખબારી યાદીમાં જણાવાયું છે.