રાજુલા તાલુકાના ચાંચ બંદર ગામે ડીગ્રી વગરના બોગસ ડોક્ટર સામે બહોળી સંખ્યામાં ગ્રામજનોએ વિરોધ નોંધાવ્યો

હિન્દ ન્યુઝ, રાજુલા

રાજુલા તાલુકાના દરિયાકાંઠે આવેલ છે ચાંચ બંદર ગામે ડિગ્રી વગરના બોગસ ડોક્ટર જે છેલ્લા ઘણા વર્ષોથી પોતાનું દવાખાનું ચલાવી રહ્યા છે. ત્યારે આવા બોગસ ડોકટર પાસે કોઈપણ પ્રકારની ડિગ્રી ન હોવાથી માનવ જીંદગી સાથે ધોળા દિવસે ખુલ્લેઆમ ચેડા કરી રહ્યા છે. ત્યારે ચાંચ બંદર ગામે એક દુકાન ભાડે રાખી કુંડલીયાળા ગામના પ્રવીણભાઈ નકુમ નામના ડિગ્રી વગરના બોગસ ડોક્ટર દવાખાનું ચલાવી રહ્યા છે. ત્યારે આવા ડોકટર વગર મંજૂરીએ દવાખાનું ખોલીને બેસી ગયા છે. આવા ડોક્ટરો પાસે કોઈપણ જાતની ડીગ્રી કે લાયકાત ધરાવતા નથી. અને દર્દીઓ પાસેથી બેફામ રીતે પૈસા લૂંટી રહ્યા છે. અને આ ડોક્ટર રાજકીય પીઠબળ ધરાવતા હોવાથી પોતાની મનમાનીથી દવાખાનું ખોલીને બેસે છે. ત્યારે આજે સરપંચ રામજીભાઈ ચૌહાણ સહીત ગ્રામજનો દ્વારા બહોળી સંખ્યામાં એકઠા થઇને દવાખાનું બંધ કરવા માટે ગયા હતા. આ બોગસ ડોક્ટરે દવાખાનું બંધ કરવામાં આવ્યું નહતું. અને હાલમાં પ્રવીણભાઈ નકુમ જેઓ છેલ્લા ઘણા વર્ષોથી ચાંચ બંદર ગામે દવાખાનું ચલાવે છે. પરંતુ થોડા દિવસથી તેના ભાઈ નરેશભાઈ નકુમ દવાખાનું ચલાવી રહ્યા છે. અને ગ્રામજનોએ દવાખાનાનો ધેરાવો કરતા પ્રવીણભાઈ નકુમ બોગસ ડોક્ટર ભાગી ગયા હતા. ચાંચ બંદર ગામના સરપંચ દ્વારા જીલ્લા આરોગ્ય અધિકારીને બોગસ ડોક્ટર સામે પગલાં ભરવા માટે પત્ર દ્વારા રજુઆત કરવામાં આવી છે. અને આવા બોગસ ડોકટરનો વેપલો બંધ થાય અને માનવ જીંદગી સાથે ચેડાં થતા અટકે જેથી કરીને આરોગ્ય વિભાગ દ્વારા તાત્કાલિક ધોરણે તપાસ કરવામાં આવે તેવી સરપંચે માંગ કરી હતી. અને બહોળી સંખ્યામાં ગ્રામજનો એકઠા થઇને ડોકટરનો વિરોધ નોંધાવ્યો હતો. અને ગ્રામજનોએ પણ માંગ કરી હતી કે, આવા ડિગ્રી વગરના બોગસ ડોક્ટરના દવાખાનાં બંધ થાય અને કાયદાકીય તપાસ થાય તેવી માંગ કરવામાં આવી હતી.

રિપોર્ટર : સુભાષ સળખણા, રાજુલા

Related posts

Leave a Comment