રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા શિયાળાની ઋતુ તેમજ મકરસંક્રાંતિના તહેવારોમાં ચીકી વગેરેનું વ્યાપક પ્રમાણમાં વેંચાણ થતુ હોય જેને અનુલક્ષીને ફૂડ વિભાગ દ્વારા ચેકિંગ

હિન્દ ન્યુઝ, રાજકોટ

રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા શિયાળાની ઋતુ તેમજ મકરસંક્રાંતિના તહેવારોમાં ચીકી વગેરેનું વ્યાપક પ્રમાણમાં વેંચાણ થતુ હોય જેને અનુલક્ષીને ફૂડ વિભાગ દ્વારા ચીકીનું ઉત્પાદન /વેંચાણ કરતા સ્થળોનું ચેકિંગ કરવામાં આવેલ. ફૂડ વિભાગની ટીમ દ્વારા લક્ષ્મીનગર મેઇન રોડ, મવડી મેઇન રોડ, સાધુવાસવાણી મેઇન રોડ, પુષ્કરધામ મેઇન રોડ તથા સદર બજાર વિસ્તારમાં આવેલ ચીકીનું ઉત્પાદન /વેંચાણ કરતાં કુલ ૩૨ ફુડ બિઝનેસ ઓપરેટરની ચકાસણી કરવામાં આવેલ જેમાં ૧૮ પેઢીને લાઇસન્સ બાબતે તેમજ પેકિંગ પર ઉત્પાદનની વિગત દર્શાવવા બાબતે સૂચના આવેલ.  

·          ફૂડ વિભાગ દ્વારા પારસ એગ્રો સોસાયટી, સૂચક સ્કૂલ શાસ્ત્રી મેદાન સામે, રાજકોટ મુકામે આવેલ મિડ ડે મીલ કિચનની સ્થળ તપાસ કરી ખાધ્ય ચીજોના ૪ નમૂના લેવામાં આવેલ.

·       રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારીશ્રી ડૉ.વાંકાણી સાહેબ તથા ફૂડ વિભાગની ટિમ સાથે  કોઠારીયા સોલવંટ રાજકોટ મુકામે આવેલ ઉમિયાજી ઓઇલ્સ નામની રેપેકર પેઢીની સ્થળ તપાસ કરતાં સ્થળ પર પેકિંગ યુનિટમાં લેબોરેટરી કાર્યરત ન હોય તથા હાઇજિનિક કન્ડિશન જાળવવા બાબતની નોટિસ આપવામાં આવેલ તથા સ્થળ પર પામોલિન તેલ (લૂઝ) નો નમૂનો લેવાની કાર્યવાહી કરવામાં આવેલ.    

·       ચકાસણી કરેલ ધંધાર્થીઓની  વિગત :-  

        (૦૧)શ્રી રઘુવીર પ્રોવિઝન સ્ટોર -પેકિંગ પર ઉત્પાદનની વિગત દર્શાવવા બાબતે સૂચના (૦૨)શિવ સુપર માર્કેટ -પેકિંગ પર ઉત્પાદનની વિગત દર્શાવવા બાબતે સૂચના (૦૩)બાપા સીતરામ સિઝન સ્ટોર -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (૦૪)ઉતમ ચીકી -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (૦૫)મધુરમ ચીકી -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (૦૬)શ્રીજી ચીકી સ્ટોર -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (૦૭)સ્વસ્તિક લાઈવ ચીકી -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (૦૮)પ્રેમ ચીકી -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (૦૯)શ્રી બાલાજી ચીકી -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (૧૦)ચામુંડા સિઝન સ્ટોર -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના(૧૧)મધુરમ ચીકી (સાધુવાસવાણી રોડ) -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (૧૨)શ્રી ચામુંડા ચીકી સેન્ટર -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (૧૩)સ્વસ્તિક ચીકી -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (૧૪)ઓમ ચીકી સેન્ટર -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (૧૫)કૃણાલ ચીકી -લાઇસન્સ મેળવવા બાબતે (૧૬)ખોડિયાર કરિયાણા ભંડાર -પેકિંગ પર ઉત્પાદનની વિગત દર્શાવવા બાબતે તથા લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (૧૭)ઓમ સિઝન સ્ટોર -પેકિંગ પર ઉત્પાદનની વિગત દર્શાવવા બાબતે તથા લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (૧૮)અંજલી સ્વીટ નમકીન & બેકરી -પેકિંગ પર ઉત્પાદનની વિગત દર્શાવવા બાબતે સૂચના આપવામાં આવેલ.

       તથા (૧૯)રાધે ડેરી ફાર્મ (૨૦)શ્રી અમૃત ચીકી (૨૧)શિવ પ્રોવિઝન સ્ટોર (૨૨)બાલાજી ફરસાણ (૨૩)નેચરલ ડ્રાયફ્રૂટસ (૨૪)સ્વસ્તિક ચીકી(પુષ્કરધામ મે. રોડ) (૨૫)હરભોલે સ્વીટ & ફરસાણ માર્ટ (૨૬)વૃંદાવન ડેરી ફાર્મ (૨૭)ભાવની જનરલ સ્ટોર્સ (૨૮)રાજેશ ચીકી (૨૯)સંગમ ચીકી (૩૦)સંગમ ચીકી સિઝન સ્ટોર્સ (૩૧)મધુરમ ગોરધનભાઈ ચેવડાવાળા (૩૨)જલારામ ચીકી ની સ્થળ પર ચકાસણી કરવામાં આવેલ.

·       નમુનાની કામગીરી :-

   ફૂડ વિભાગ દ્વારા ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ-2006 હેઠળ દર્શાવેલ વિગતો મુજબ કુલ ૬ નમૂના લેવામાં આવેલ :-

(૧) પામોલિન તેલ (લૂઝ): સ્થળ – ઉમિયાજી ઓઇલ્સ, પ્લોટ નં. ૩૬, ગોડાઉન નં.-૧, જૂના જકાતનાકા પાસે, કોઠારીયા સોલવંટ, રાજકોટ

(૨) ઝીલમીલ બ્રાન્ડ મગફળીનું શુદ્ધ સીંગતેલ (૧૫ kg પેક્ડ ટીનમાં થી): સ્થળ –  બી. કે. ટ્રેડર્સ, ૩-ગઢીયાનગર મેઇન રોડ, સંત કબીર રોડ, રાજકોટ.

(૩) મિક્સ કઠોળ (પ્રિપેર્ડ -લુઝ): સ્થળ -પારસ એગ્રો સોસાયટી (મિડ ડે મીલ કિચન), સૂચક સ્કૂલ શાસ્ત્રી મેદાન સામે, રાજકોટ.

(૪) પુલાવ (પ્રિપેર્ડ -લુઝ): સ્થળ -પારસ એગ્રો સોસાયટી (મિડ ડે મીલ કિચન), સૂચક સ્કૂલ શાસ્ત્રી મેદાન સામે, રાજકોટ.

(૫) HATHI CHILLE POWDER (૫ KG. પેક્ડ માંથી): સ્થળ -પારસ એગ્રો સોસાયટી (મિડ ડે મીલ કિચન), સૂચક સ્કૂલ શાસ્ત્રી મેદાન સામે, રાજકોટ.

(૬) HATHI TURMERIC POWDER (૫ KG. પેક્ડ માંથી): સ્થળ -પારસ એગ્રો સોસાયટી (મિડ ડે મીલ કિચન), સૂચક સ્કૂલ શાસ્ત્રી મેદાન સામે, રાજકોટ.

 

Related posts

Leave a Comment