સીદસર ખાતે સ્પોર્ટસ કોમ્પ્લેક્ષની મુલાકાત લેતાં ગૃહ રાજ્યમંત્રી

હિન્દ ન્યુઝ, ભાવનગર

      નેશનલ ગેમ્સ અંતર્ગત ભાવનગર ખાતે પણ વોલીબોલ, બાસ્કેટ બોલ અને નેટબોલની રમત રમાવાની છે ત્યારે ગૃહ સાથે રમત-ગમત વિભાગના રાજ્યમંત્રી એવાં હર્ષભાઇ સંઘવીએ ભાવનગરના સીદસર ખાતે આવેલ સ્પોર્ટસ કોમ્પ્લેક્ષની મુલાકાત લઇને તૈયારીઓની સમીક્ષા કરી તૈયારીઓનું નીરિક્ષણ કર્યું હતું. શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણી અને મહાનુભાવો પણ આ તકે તેમની સાથે જોડાયાં હતાં. તેમની આ મુલાકાતમાં તેમની સાથે સાંસદ શ્રીમતી ડો. ભારતીબેન શિયાળ, ધારાસભ્ય ભીખાભાઇ બારૈયા, જિલ્લા ભા.જ.પા.ના અધ્યક્ષ મુકેશભાઇ લંગાળિયા, શહેર ભા.જ.પા. અધ્યક્ષ ડો. રાજીવભાઇ પંડ્યા, મ્યુનિસિપલ કમિશનર એન.વી. ઉપાધ્યાય, કલેક્ટર યોગેશ નિરગુડે, આઇ.જી. અશોકકુમાર યાદવ, જિલ્લા વિકાસ અધિકારી ડો. પ્રશાંત જિલોવા, જિલ્લા પોલીસ વડા ડો. રવિન્દ્ર પટેલ સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

Related posts

Leave a Comment