હિન્દ ન્યુઝ, દિયોદર
ભાભર તાલુકા ના બરવાળા ગામે આઠ વર્ષ અગાઉ ભત્રીજા ને સમાધાન માટે બોલાવી બે સગા કાકા અને ભાઈ દ્વારા લાકડી ધોકા વડે હુમલો કરી ઇજાઓ કરી મોતને ઘાટ ઉતારી દીધો હતો. જે અંગેનો કેસ દિયોદર એડિશનલ સેશન્સ કોર્ટ ના જજ કે. એસ. હીરપરા ની કોર્ટમાં ચાલી જતા તમામ પુરાવા આરોપી વિરુદ્ધ હોવાથી ત્રણે આરોપીઓ ને આજીવન કેદ અને દરેકને પાંચ હજારનો દંડ ફટકાર્યો હતો.
ભાભર ગામે રહેતા કાનજીભાઈ શંકરભાઈ માળી ના દિકરા મહેશ માળી ઉમર 35 વર્ષ ગત વર્ષ તારીખ 9/ 9/ 2013 ના રોજ કાનજીભાઈ માળી ના સગા બંને નાના ભાઈઓ ગજાભાઈ શંકરભાઈ માળી ઉમર ૬૫, રતનસિંહ શંકરભાઈ માળી ઉંમર-55 અને ભત્રીજા અમૃતભાઈ રતનસિંહ ભાઈ માળી-40 દ્વારા અગાઉના વિવાદ બાબતે સમાધાન કરવા માટે તેમના ખેતર ભાભર તાલુકા ના બરવાળા ગામે બોલાવી કાવતરું કરી ધોકા લાકડીઓ વડે હુમલો કરી મહેશભાઈ ઉર્ફે(તેજો) કાનજીભાઈ માળી ના માથાના, હાથ પગ પર ભારે ઇજાઓ પહોંચાડી મોતને ઘાટ ઉતારી મોત નિપજાવ્યું હતું. આ અંગે મૃતકના પિતા કાનજીભાઈ શંકરભાઈ માળી રહે ભાભર દ્વારા આ અંગે ભાભર પોલીસ મથકે હત્યાનો ગુનો નોંધાવ્યો હતો જે અંગેનો કેસ નંબર137/2015 ભાભર પોલીસ સ્ટેશનમાં ૩૦૨ નો ગુન્હો દાખલ થતાં , દિયોદર એડિશનલ સેશન્સ કોર્ટ માં શનિવારે ચાલી જતા સરકારી વકીલ ડી. વી. ઠાકોર ની ધારદાર દલીલો ગ્રાહ્ય રાખી તમામ સાંયોગિક પુરાવા આરોપી વિરુદ્ધ હોવાથી ફરજ પરના ન્યાયાધીશ કે એસ હિરપરા સાહેબ ની કોર્ટમાં ત્રણે આરોપીઓને આજીવન કેદ અને દરેકને 5000/-રૂપિયાનો દંડ આપતો ચુકાદો ખુલ્લી કોર્ટ માં આપતા કોર્ટ રૂમ માં સન્નાટો છવાઈ ગયો હતો.
રિપોર્ટર : પ્રદિપસિંહ વાઘેલા, દિયોદર