સુરત શહેરમાં વધતી જતી મોંઘવારી ના મુદ્દે બહેનોએ કર્યો વિરોધ

હિન્દ ન્યુઝ, સુરત

      તા. ૦૩/૦૭ /૨૦૨૧ ના રોજ
સુરત શહેરના પુણાગામ ભૈયાનગર વિસ્તારના માં મોટી સંખ્યા માં મહિલા વિરોધ પ્રદર્શન માં બેઠા હતા. ગેસ સિલિન્ડર અને દૂધ, ખાદ્ય તેલ તેમજ અન્ય શાકભાજી તથા ફળ ફ્રુટ માં તોતિંગ ભાવ વધારો થતાં મહિલાઓ માં નારાઝગી જોવા મળી.
  વિરોધ પ્રદર્શન માં મહિલાઓએ ગેસ સિલિન્ડર સાથે રોડ પર બેઠા અને રોડ પર પરંપરાગત લાકડાના બળતણ વાળા ચૂલા પર દૂધ વગરની કાળી ચા બનાવી દર્શાવ્યો વિરોધ પ્રદર્શન.

    વિરોધ પ્રદર્શનમાં મહિલાઓ સાથે સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિના પૂર્વ કોર્પોરેટર દિનેશભાઈ સાવલિયા, શિક્ષણ સમિતિના પૂર્વ સભ્ય સુરેશભાઈ સુહાગીયા, લલિતભાઈ વ્યાસ સહિત આગેવાનો અને કાર્યકર્તાઓ પણ જોડાયા હતા.

રિપોર્ટર : રીયાઝ મેમણ, સુરત

Related posts

Leave a Comment