હોડા ગામ ની બંનેઆંગણવાડી કાર્યકર ની વય નિવૃત્તિ કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યુઝ, પાલનપુર

     પાલનપુર ના વેડંચા સેજા માં આવતી હોડા ગામ ની બંને આંગણવાડી કેન્દ્રો ની કાર્યકર બહેનો રાવલ સુરેખાબેન તથા રાવલ અરુણાબેન ની વય નિવૃત્તિ થતા સરકાર ના નિયમ મુજબ બંને બહેનો ને આંગણવાડીઅધિકારી કાર્યકર બહેનો તેડાગર બહેનો હાજર રહી વિદાય સમારંભ નુ આયોજન કરવામાં આવેલ. આમ તો કેહવાય છે કે બાળક એ એક ઇશ્વર નું રૂપ કેહવાય. જેની કોઈ પ્રકાર ની ખબર હોતી નથી, ત્યારે એક નાનકડું પગથિયું જે નંદઘર જે આંગણવાડી થી ઓળખાય જેમાં બાળક ને રમત ગમત, નાસ્તો બધી જ સુવિધાઓ સરકાર દ્વારા કરવામાં આવી છે. જેમાં બાળક ને પોષણ યુક્ત આહાર વિહાર અને તંદુરસ્તી જાળવી રાખે તેવી બધી જ માહિતી અને દરેક પ્રકાર નું સિંચન જો કરવામાં આવતું હોય તો એ નંદઘર છે એવી આ બંને બહેનો એ એક નીતિ પ્રમાણિકતા અને દરેક બાળકો ને પ્રેમ આપ્યો છે. જેથી આજ વય નિવૃત્તિ ને કારણે આ બંને બહેનો ને વિદાય કાર્યક્રમ અંતર્ગત પુષ્પ તેમજ સાલ થી સન્માન કરી વિદાય અપાયી.

રિપોર્ટર : પ્રફુલ ગોહિલ, પાલનપુર

Related posts

Leave a Comment