જસદણ શહેરના એડવોકેટ પ્રકાશ પ્રજાપતીની માનવાધિકાર અને મહિલા – બાળ વિકાસ સંગઠન સંસ્થામાં ગુજરાત રાજ્યમાં સ્ટેટ કમિટીમાં લીગલ એડવાઈઝર તરીકે નિમણૂક

હિન્દ ન્યુઝ, જસદણ

ગુજરાત રાજ્યના રાજકોટ જિલ્લાના જસદણ શહેરના યુવા એડવોકેટ પ્રકાશ પ્રજાપતીની હ્યુમન રાઇટ્સ અને મહિલા – બાળ વિકાસ સંગઠન સંસ્થામાં ગુજરાત રાજ્યમાં સ્ટેટ કમિટીમાં લીગલ એડવાઈઝર તરીકે નિમણૂક કરવામાં આવેલ છે. માનવાધિકાર અને મહિલા બાળ વિકાસ સંગઠનમાં નાગરિકોને બંધારણ પ્રમાણે પોતાને મળતા અધિકારોથી વંચિત રહેતા હોય તેમજ મહિલાઓ અને બાળકોને મળતા અધિકારોમાં અન્યાય થતો હોય ત્યારે હ્યુમન રાઇટ્સ અને મહિલા – બાળ વિકાસ સંગઠન સંસ્થા દ્વારા પૂરતું માર્ગદર્શન અને સહકાર આપવામાં આવે છે. આમ વિવિધ સામાજિક, શૈક્ષણિક, ધાર્મિક, બેન્કિંગ, એન.જી.ઓ. વગેરે જેવી સંસ્થાઓમાં કાયદાકીય સલાહકાર તરીકે ફરજ બજાવતા પ્રકાશ પ્રજાપતી એડવોકેટ-ગુજરાત હાઈકોર્ટ ને હ્યુમન રાઇટ્સ અને મહિલા – બાળ વિકાસ સંગઠન સંસ્થામાં સ્ટેટ કમિટીમાં કાયદાકીય સલાહકાર તરીકે નિમણૂક કરવામાં આવેલ છે. માનવાધિકારને લગતા તેમજ મહિલાઓ અને બાળકોને લગતા પ્રશ્નો હોય તો કાયદાકીય માર્ગદર્શન માટે મોબાઈલ નંબર 9824221446 પર સંપર્ક કરવા એડવોકેટ પ્રકાશ પ્રજાપતી એ તેમની યાદીમાં જણાવેલ છે

બ્યુરો ચીફ (જસદણ) : વિજય ચાંવ

Related posts

Leave a Comment