રાજ્યકક્ષાના મંત્રી વિનોદભાઇ મોરડીયાના અધ્યક્ષસ્થાને બોટાદના નાનજી દેશમુખ ઓડીટોરીયમ હોલ ખાતે “ગરીબ કલ્યાણ સેવા સુશાસન” નો કાર્યક્રમ યોજાશે

 હિન્દ ન્યુઝ, બોટાદ

                  શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગના રાજ્યકક્ષાના અને જિલ્લાના પ્રભારી મંત્રી વિનોદભાઇ મોરડીયાના અધ્યક્ષસ્થાને તા.૧૪ મી જુલાઇ, ૨૦૨૨ ને મંગળવારના રોજ સવારે ૯:૦૦ કલાકે બોટાદના નાનજી દેશમુખ ઓડીટોરીયમ, નગરપાલિકાના હોલ ખાતે કેન્દ્ર સરકારની ૮ વર્ષની ઉપલબ્ધિઓ, ગરીબ કલ્યાણ, સેવા સુશાસન અને કેન્દ્ર સરકારની ફ્લેગશીપ યોજનાના લાભાર્થીઓને લાભ આપવાનો જિલ્લાકક્ષાનો કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમમાં ભાગનગરના સાંસદસભ્ય શ્રીમતી ભારતીબેન શિયાળ, બોટાદના ધારાસભ્ય સૌરભભાઇ પટેલ, ગઢડાના ધારાસભ્ય આત્મારામભાઇ પરમાર, ધંધુકાના ધારાસભ્ય રાજેશભાઇ ગોહિલ અને જિલ્લા પંચાયતના પ્રમુખ ઘનશ્યામભાઇ વિરાણીની પ્રેરક ઉપસ્થિતિ તેમજ જિલ્લા કલેક્ટર બી.એ.શાહ અને જિલ્લા વિકાસ અધિકારી પી.ડી.પલસાણા પણ ઉકત કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.
             ઉક્ત કાર્યક્રમમાં જિલ્લાના લાભાર્થીઓને સરકારની ૯ યોજના હેઠળ વિવિધ લાભોનું વિતરણ કરાશે. આ ઉપરાંત જિલ્લા આયોજન કચેરી દ્વારા વર્ષ-૨૦૨૨-૨૩ ની ગ્રાન્ટ હેઠળ વિકાસશીલ તાલુકો બરવાળાનાં કુલ-૧૧ ગામોમાં રકમ રૂા. ૬૩.૮૪ લાખના ખર્ચે પીવાના પાણીના કુલ-૧૧ કામોની પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડનો વહીવટી મંજૂરીનો હુકમ અર્પણ કરાશે. તેવી જ રીતે, ચોકડી ગ્રામ પંચાયતના આયોજન, એટીવિટી અને નાણાપંચ હેઠળ રૂા. ૧૭.૮૦ લાખના ખર્ચે કુલ-૬ કામો, રામપરા ગ્રામ પંચાયતના રૂા.૩૧.૧૦ લાખના ખર્ચે કુલ-૧૭ કામો, કાપડીયાળી ગ્રામ પંચાયતના રૂા. ૧૯.૧૦ લાખના ખર્ચે કુલ-૧૧ કામો, ભીમનાથ ગ્રામ પંચાયતના રૂા. ૨૬.૧૦ લાખનાં ખર્ચે કુલ-૧૧ કામો અને ઢાઢોદર ગ્રામ પંચાયતના રૂા. ૫ લાખના ખર્ચે કુલ-૦૩ કામોનાં પ્રતિકાત્મક વર્ક ઓર્ડરનું પણ વિતરણ કરાશે.

રિપોર્ટર : સંજય ડણીયા, બોટાદ

Related posts

Leave a Comment