ધો.૧ થી ૧૨ સુધીનું શિક્ષણ મેળવી શક્યા ન હોય તેવા બાળકો મળી આવે તો નજીકની પ્રા.શાળા, બી.આર.સી.ભવન કે ટોલ ફ્રી નંબર ઉપર સંપર્ક સાધવા અનુરોધ

હિન્દ ન્યુઝ, બોટાદ

સમગ્ર શિક્ષા અભિયાન અન્વયે બોટાદ જિલ્લામાં શાળા બહારના બાળકો ( દિવ્યાંગ સહિત) કે જે કદી શાળાએ ગયેલ નથી તેવા ૬ થી ૧૮ વર્ષના શિક્ષણથી વંચિત રહી ગયેલ ધો.૧ થી ૧૨ સુધીનું શિક્ષણ મેળવી શક્યા નથી તેવા બાળકો માટે સર્વેની કામગીરી જૂન-૨૦૨૨ દરમિયાન હાથ ધરવામાં આવેલ છે. જો કોઇ વ્યક્તિને આવા બાળકો રેલ્વે સ્ટેશન, ઝૂંપડપટ્ટી વિસ્તાર, સ્લમ એરીયા, પછાત વિસ્તાર, જંગલ વિસ્તાર, બેટ વિસ્તારો, છુટા-છવાયા પહાડી વિસ્તાર, ધાર્મિક સ્થળો, સિનેમાઘરોની આસપાસના વિસ્તારો કે અન્ય વિસ્તારમાંથી મળી આવે તો નજીકની સરકારી પ્રાથમિક શાળા, બી.આર.સી.ભવન કે બોટાદ જિલ્લાના એસ.એસ.એ. કચેરીનો ટોલ ફ્રી નંબર ૧૮૦૦ ૨૩૩ ૬૮૯૮ ઉપર સંપર્ક સાધવો, બાળકોના શૈક્ષણિક હિતને ધ્યાને લઇ ઉપરોક્ત બાબતે સહકાર આપવા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ,બોટાદની એક અખબારી યાદીમાં જણાવાયું છે.

 

Related posts

Leave a Comment