કાલાવડ, હિન્દ ન્યૂઝ
જામનગરમાં એક સનસનાટી જનક ઘટના બનતા ચકચાર મચી જવા પામી છે, આ અંગેની જાણવા મળતી વિગત પ્રમાણે બુધવારના રોજ મોડી સાંજે જામનગર-જૂનાગઢની સોમનાથ એક્સપ્રેસ રૂટની એસ.ટી. બસમાં એક શખ્સે હિતેષભાઇ પંડ્યા નામના શખ્સ ઉપર છરી વડે ઘાતક હુમલો કરી લોહી લુહાણ કરી નાંખી તેમની ઘાતકી હત્યા કરી છે.
આ બનાવ વીજરખી નજીક સપડા રોડ ઉપર બન્યો હતો અને હિતેષભાઇ કાલાવડ જઈ રહ્યા હતા. બસમાં સવાર મુસાફરોએ હુમલાખોરને ઝડપી લીધો હતો અને પોલીસને આ અંગેની તાત્કાલિક જાણ કરી હતી.
આવો સનસનાટીજનક બનાવ બનતા બસના મુસાફરો પણ હેબતાઇ ગયા હતા. હાલ પોલીસ દ્વારા આરોપીની ધડપકડ કરીને આગળની કાર્યવાહી કરીને વધુ વિગતો મેળવાઇ રહી છે.
અહેવાલ : ભોજાભાઈ ટોયટા, નિકાવા