ગોહિલવાડ પંથકમાં અતી ભારે વરસાદ થી ડુંગળી ના વાવેતર મા ટેનું તૈયાર થતો રોપ (ધરૂ) તલ, બાજરો, શીંગ અને કપાસ સંપૂર્ણપણે નાશ પામ્યો અને ખેતી પાક ને ભારે નુકસાન

ભાવનગર,

અખિલ બ્રહ્માંડના અધિપતિ જાણે પૃથ્વી પર ના માનવી પર જાણે વક્ર દ્રષ્ટિ થઇ હોય તેમ એક પછી એક આફત માંથી માનવીઓ પસાર થઇ રહ્યા છે. કોરોના મહામારી અતિવૃષ્ટિ સહીતની કુદરતી આફતો સામે મૃત્યુલોક ના માનવી બીલકુલ વામણો નિ:સહાય સાબીત થઇ રહયો છે, ત્યારે અમીર, ગરીબ, અબાલ, વૃદ્ધ સૌ કોઈ ના જીવન નિર્વાહ કરવાની વ્યવહાર અને વ્યવસ્થાની કફોડી હાલત સર્જાય છે. ત્યારે જેમ દુષ્કાળ મા અધિક માસ હોય તેમ ચાલું ચોમાસાની સિઝન મા અતી ભારે વરસાદ ના કારણે ગોહિલવાડ વિસ્તારમાં ખેડુતોએ રાત દિવસ એક કરી મહા મહેનતે વાવેલ ચોમાસુ પાકનો કયાંક સંપુર્ણ નાશ તો કયાંક ભારે નુકશાન થયું છે,

ત્યારે ગરીબ અને મધ્યમ વર્ગનાં ખેડુતો સહિત સૌ કોઈ ખેડુતો એ પેટે પાટા બાંધી રાત દિવસ ટાઢ તડકો વરસાદ તેમજ દરેક પ્રકાર ના સંકટોનો સામનો કરી કમાયેલ મરણમુડી પોતાનાં કે પોતાનાં પરિવાર માટે અતી કરકસર થી વાપરી બચાવેલા એક એક રૂપિયા માંથી ખેડ ખાતર બિયારણ અને રાત દિવસ ની કાળી મજુરી કરી મહા મહેનતે જતન કરેલ પાક ભારે વરસાદ ના કારણે કયાંક સંપુર્ણ નાશ કયાંક ભારે નુકસાન તો કયાંક આશિક નુકશાન થતાં આ વિસ્તાર ના ખેડુતોની હાલત અતી કફોડી બની અને મોઢે આવેલ કોળીયો ઝુંટવાઇ જવાની દૈનિક સ્થિતી સર્જાય છે. પરિણામે આ વિસ્તાર ના લાખો ખેડૂતો તથા ખેતમજુરો ના પરિવાર રોજીરોટી ગુમાવી આ અતી કપરાં આગામી સમય મા આવા પરિવારોને જીવન નિર્વાહ કરવું મુશ્કેલ બને તેવી દૈનિક સ્થિતી સર્જાય છે.

દર વર્ષે ગોહિલવાડમાં સિહોર, ઘોઘા, તળાજા, મહુવા સહિતના પંથક સુધી તાજેતરમાં થયેલા અતી ભારે વરસાદ થી ડુંગળી માટે તૈયાર કરાયેલો રોપ કંઈક મહદ અંશે તો કે સંપૂર્ણપણે નાશ પામેલ છે. ઘોઘા તાલુકાના એક ખેડૂત આગેવાન દશરથસિંહ ગોહિલ સાથે વાત કરતાં જાણવા મળેલી માહિતી મુજબ ડુંગળી માટેના રોપ માટેના એક કિલોના ભાવ 2 હજાર રૂપિયા એટલે કે 1વિધા રોપ પંદર કિલો બી છાંટવામાં આવે છે. એટલે 30,000 રૂપિયા નો બી નો ભાવ થયો અને ખાતર ને માવજત ગણીને એક વિધા ના ૪૫ હજાર રૂપિયાનો ખર્ચ થાય છે. તો આ ડુંગળી માટે તૈયાર કરાતો રોપ ક્યાંક મહદ અંશે તો ક્યાંક સંપૂર્ણપણે નાશ પામ્યો છે.

ઉપરાંત તલ બાજરો મગફળી આ પાક પણ સંપૂર્ણ નાશ થઈ ગયો છે. અને કપાસનો પાક ફેઇલ જવાની ખેડુતો મા ભીતી સર્જાય છે, ત્યારે ખેડુતોને ‘એક સાંધે ત્યા તેર તુટે’ જેવી પરીસ્થિતિ સર્જન થઇ છે, ત્યારે જે ખેડુતો ના પાક નિષ્ફળ ગયા છે તેવાં ખેડુતો ના પાક નું નુક્શાનીનું સર્વે કરાવી અસહ્ય ખર્ચ અને નુકશાનીને પહોચી વળવા સરકાર તરફ થી યોગ્ય સહાય મળી રહે તેવી ધરતીપુત્રોની આશા રહી છે.

રિપોર્ટ : ધરતી પુત્ર દશરથસિંહ ગોહિલ

Related posts

Leave a Comment