દિયોદર સુજલામ સુફલામ કેનાલ માં પાણી છોડવા ધારાસભ્ય નાયબ મુખ્યમંત્રી ને પત્ર લખ્યો

દિયોદર,

દિયોદર તાલુકાના સોની ગામ પાસે ખેડૂતોને ખેતી માટે પિયત નું પાણી મળી રહે તે માટે સુજલામ સુફલામ કેનાલ બનાવવામાં આવી છે જેમાં આ સુજલામ સુફલામ કેનાલ દિયોદર અને લાખણીના અનેક ગામોને જોડતી કેનાલ છે.જેમાં ખેડૂતોને આશા હતી કે કેનાલ આવી છે તો પાણી પણ આવશે પરંતુ આ સુજલામ સુફલામ માં પાણી છોડવામાં ના આવતાં આ વિસ્તારમાં પાણીના તળ ઊંડા જઈ રહ્યા છે જેમાં ખેતી માટે પાણીના મળતાં ખેડૂતો પરેશાન બન્યા છે જે અંગે સ્થાનિક ખેડૂતો એ દિયોદર ના ધારાસભ્ય ને રજુઆત કરતા દિયોદર ના ધારાસભ્ય શિવાભાઈ ભુરિયા એ નાયબ મુખ્યમંત્રી નીતિન ભાઈ પટેલ ને પત્ર લખી ચાંગા નર્મદા કેનાલ માંથી સુજલામ સુફલામ કેનાલ માં પાણી છોડવા માટે રજુઆત કરી છે.

રિપોર્ટર :પ્રદિપસિંહ વાઘેલા,દિયોદર

Related posts

Leave a Comment