લોધીકા તાલુકાના મેટોડા ગામની આશરે 600 વાર જેવી દબાણવાળી જગ્યા તંત્ર દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે ખુલ્લી કરવામાં આવી

મેટોડા,

લોધીકા તાલુકાના મેટોડા ગામની સર્વે નંબર 38 પૈકીના બીનખેતી રહેણાંક જગ્યાના સાર્વજનીક પ્લોટમાં કરવામાં આવેલ દબાણો ગ્રામ પંચાયત મેટોડા દ્વારા 600 વાર જેવી જગ્યા ખુલી કરવામાં આવેલ. પ્રાપ્ત વિગતો અનુસાર છેલ્લા ઘણાં સમયથી લોઘીકાના મેટોડા ગામની સર્વેમાં દબાણો થઈ ગયેલ હતા અને મકાનોના બાંધકામો કરીને ગેરકાયદેસર રીતે લોકો જગ્યાનું દબાણ કરીને વસવાટ કરી રહ્યા હતા ત્યારે આજરોજ લોધીકા તાલુકાના તાલુકા પંચાયત ટી.ડી.ઓ. મીરાબેન સોમપુરા, લોધીકા તાલુકા મામલતદાર જે.આર.હિરપરા, લોધીકા તાલુકાના પોલીસ સ્ટાપમાં ખીરસરા પોલીસ ચોકીના મહિલા પી.એસ.આઇ. કે.એ.જાડેજા, એ.એસ.આઇ. હરદિપસિહ જાડેજા તેમજ પોલીસ સ્ટાફ, તાલુકા પંચાયત સકૅલ ઓફિસર એન.વી.ભટૃ, મામલતદાર કચેરી સકૅલ ઓફિસર બી.ડી. જાડેજા તેમજ મેટોડા ગ્રામપંચાયતના સરપંચ શૈલેષભાઈ વેકરીયાની હાજરીમાં મેટોડા ગામની સર્વે નંબર 38 પૈકીના બીનખેતી રહેણાંક જગ્યાના સાર્વજનીક પ્લોટમાં કરવામાં આવેલ દબાણો ગ્રામ પંચાયત મેટોડા દ્વારા 600 વાર જેવી જગ્યા ખાલી કરીને ખુલી કરવામાં આવેલ હતી.

અહેવાલ : ભોજાભાઈ ટોયટા, નિકાવા

Related posts

Leave a Comment