હિન્દ ન્યુઝ, રાધનપુર
સંગીત ની નગરી પાટણ શહેરમાં અનેક સંગીતના તેમજ ડાન્સ નાં કલાસીસો કાયૅરત છે અને આવા કલાસીસો માં અનેક યુવા ગાયકો ગાયકી સાથે સંગીત અને ડાન્સ સીખી ને પાટણ શહેર નું નામ ગીત સંગીત સાથે ડાન્સ ક્ષેત્રે ઉજાગર કરી રહ્યા છે ત્યારે પાટણ શહેરના વેરાઈ ચકલા વિસ્તારમાં આવેલ બર્નિંગ ફૂટસ ડાન્સ ક્લબ નાં ડાયરેક્ટર રાકેશ પ્રજાપતિ અને તેમની ટીમ દ્વારા તમામ પ્રકારની ડાન્સ ની તાલીમ આપીને અનેક ડાન્સરો તૈયાર કરવામાં આવ્યા છે.
બર્નિંગ ફૂટસ ડાન્સ ક્લબ દ્વારા રવીવાર નાં રોજ યુનિવર્સિટી નાં રંગભવન હોલ ખાતે સમર ડાન્સ વકૅ શોપ નું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ વકૅ શોપ નાં શુભારંભ પ્રસંગે પાટણ શહેર ભાજપ પ્રમુખ કિશોર મહેશ્ર્વરી, પાટણ નગરપાલિકાના દંડક હરેશ મોદી, કોર્પોરેટર મનોજ પટેલ, ગાયનેક ડો નિતિન પટેલ, ખુશ્બુ ગેસ સર્વિસ નાં ભરત પરમાર, જાણીતાં બિલ્ડર માલાણી, ડિસ્ટન્સ ઓરકેસ્ટ્રા નાં માલિક વિજય ભાવસાર સહિતના મહાનુભાવોએ ઉપસ્થિત ડાન્સ ક્ષેત્રે આગવી ઓળખ ઉભી કરનાર બર્નિંગ ફૂટસ નાં ડાયરેક્ટર સહિત ડાન્સરોને પ્રોત્સાહિત કયૉ હતાં. આ પ્રસંગે ઉપસ્થિત સૌ મહાનુભાવો નું રાકેશ પ્રજાપતિ અને ભાવેશ ત્રિવેદી દ્વારા પુષ્પ ગુચ્છ સાથે શાબ્દિક સ્વાગત કરી આવકાર્યા હતા.

બર્નિંગ ફૂટસ આયોજિત સમર ડાન્સ વકૅ શોપ માં માસુમ અને યુવા ડાન્સરો દ્વારા એક એક થી ચડીયાતા પરફોર્મન્સ રજુ કરી ઉપસ્થિત સૌને મંત્રમુગ્ધ બનાવ્યા હતા. બર્નિંગ ફુટસ ડાન્સ ક્લબ દ્વારા આયોજિત સમર ડાન્સ વકૅ શોપ નાં આયોજન ને સફળ બનાવવા અર્પિત ત્રિવેદી O2 એજ્યુકેશન, સ્વસ્તિક વિલા, બાલાજી ઉપવન, રિધ્ધિ ડેવલોપસૅ, હોટલ બંસી કાઠીયાવાડી નો સહિયોગ સાંપડ્યો હતો. સમર વકૅશોપ નું એનાઉન્સમેન્ટ પાથૅ જોષી એ કર્યું હતું.
રિપોર્ટર : અનિલ રામાનુજ, રાધનપુર

