પાટણમાં નિકળનારી ભગવાન શ્રી જગન્નાથજી ની ૧૪૦ મી રથયાત્રા માં જુદી જુદી ૧૪૦ ઝાખીઓ જોડાશે : પિયુષ આચાયૅ

હિન્દ ન્યુઝ, રાધનપુર

કોરોના ની મહામારી ના કારણે પાછલા બે વર્ષ દરમિયાન અષાઢીબીજ નાં પવિત્ર દિવસે પાટણ શહેરના શ્રી જગદીશ ભગવાનના મંદિર પરિસર ખાતેથી નિકળતી ગુજરાત નાં બીજા નંબરની અને ભારતભરમાં ત્રીજા નંબરની ભગવાન શ્રી જગન્નાથજી ની રથયાત્રા મુલત્વી રાખી ટ્રસ્ટી મંડળ દ્વારા સરકાર ની ગાઈડ લાઈન મુજબ ખુબજ સાદગીપૂર્ણ રીતે પવૅ ની ઉજવણી કરવામાં આવી હતી. પરંતુ ચાલુ વર્ષે જગતના નાથ જગન્નાથની અસીમ કૃપાથી કોરોના ની મહામારી શાંત પડતાં શ્રી જગદીશ મંદિર ટ્રસ્ટ અને શ્રી જગન્નાથજી રથયાત્રા સમિતિ સહિત ભગવાન જગન્નાથજીના ભક્તજનો દ્વારા ૧૪૦ મી રથયાત્રા ની દબદબાભેર ઉજવણી કરવામાં આવનાર હોવાનુ શ્રી જગદીશ મંદિર ટ્રસ્ટ નાં મેનેજિંગ ટ્રસ્ટી અને રથયાત્રા સમિતિ નાં પ્રમુખ પિયુષભાઈ આચાયૅ એ જણાવ્યું હતું.

           આગામી તા.૧ જુલાઈ નાં રોજ શ્રી જગદીશ મંદિર પરિસર ખાતે થી ચાંદી મઢીત ત્રણ રથોમાં નિકળનારી ભવ્યાતિભવ્ય ભગવાન શ્રી જગન્નાથજી, ભાઈ બલભદ્રજી અને બહેન સુભદ્રાજી ની ૧૪૦ મી રથયાત્રા ની સાથે સાથે ગજરાજો, ધોડા, ઉંટો, સામાજિક, શૈક્ષણિક, સેવાકીય, ધાર્મિક સંસ્થાઓ નાં ટેબ્લો, જુદી જુદી ભજન મંડળીઓ, જુદા જુદા ડી.જે સાઉન્ડો, ઓરકેસ્ટ્રા ગૃપો, મ્યુઝિક બેન્ડો,મનોરંજન માટે વેશભૂષા ધારીયો સહિતની ૧૪૦ ઝાંખીઓ જોડાશે. ભગવાન શ્રી જગન્નાથજી ની ૧૪૦ મી રથયાત્રા માં પોતાની ઝાંખી સાથે જોડાવવા ઈચ્છતા લોકોના નામ નોંધવાનું હાલમાં શ્રી જગદીશ મંદિર પરિસર ખાતે ચાલું હોય જેને પણ ભગવાનની રથયાત્રામાં પોતાનાં ટેબ્લો સાથે જોડાવું હોય તેમને પોતાનું નામ મંદિર પરિસર ખાતે રજિસ્ટ્રેશન કરાવી લેવા જગદીશ મંદિર નાં મેનેજિંગ ટ્રસ્ટી અને રથયાત્રા સમિતિ નાં પ્રમુખ પિયુષભાઈ આચાયૅ જણાવ્યું હતું.

પાટણ જગદીશ મંદિર પરિસર ખાતે થી કોરોના ની બે વર્ષ ની મહામારી બાદ નિકળનારી ભગવાન શ્રી જગન્નાથજી ની ૧૪૦ મી રથયાત્રા ને લઈને ચાલું સાલે સૌ કોઈ માં અનેરો ઉત્સાહ અને ઉમંગ જોવાં મળી રહ્યો છે ત્યારે સૌએ સાથે મળીને આ ધાર્મિક ઉત્સવને યાદગાર બનાવવા તન, મન અને ધનથી સહિયોગી બનવા શ્રી જગદીશ મંદિર ટ્રસ્ટ અને ૧૪૦ મી શ્રી જગન્નાથજી રથયાત્રા સમિતિ દ્વારા અપીલ કરવામાં આવી છે.

રિપોર્ટર : અનિલ રામાનુજ, રાધનપુર

Related posts

Leave a Comment