હિન્દ ન્યુ, રાધનપુર
રાધનપુર તાલુકાના મુખ્ય મથકે આવતાં નગરપાલિકા નો વહીવટનો ચોંકાવનારો નજારો જોવા મળે તેવી પરિસ્થિતિ સામે આવી છે. મસાલી રોડ પાણીના ટાંકા સામે આહીર છાત્રાલય આમે સતત વહી રહ્યું છે ગટર નું ગંદુ પાણી વાહન ચાલકો દુકાનદારો તેમજ સોસાઈટીના રહીશો જોઈ રહ્યા છે નગર પાલિકા ની રાહ. જાહેર માર્ગ ઉપર અનેક રાહદારીઓ અને વાહનચાલકો પસાર થતાં ગંદા પાણીનો સામનો કરવા મજબૂર થયા છે લોકો. જાણે કોઈએ ગંદા પાણીનો નળ ચાલુ મૂકી દીધો હોય તેમ રોડ ઉપર રીતસર પાણીની ધારી ચાલુ છે. આ પાણી રોડ પર વેહતું વેહતુ સોસાઈટી માં જઈ રહ્યું છે. ગામમાં રહેતાં લોકોને નજરે ચડતાં આ ગટરના ગંદા પાણીને કારણે રાધનપુર અસ્વચ્છતામાં ફેઈલ ગયાનું સામે આવ્યું છે.
રાધનપુર ગામમાં એક તો ઠેર ઠેર ગંદકીના ઢગ છે અને હવે છેલ્લા કેટલાય સમયથી જાહેર માર્ગ ઉપર ગટરના પાણીએ જાણે બેફામ ભરડો લીધો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે. ગ્રીનપાર્કમાં થી પાણી પુરવઠા ઓફિસે તરફ જતો પાકો રોડ ગટરના ગંદા પાણીથી તરબોળ થઇ ગયો છે. આજુબાજુના ગામોથી તાલુકાના મુખ્ય મથક રાધનપુર આવતાં વાહનચાલકો ગંદા રોડ ઉપરથી પસાર થતાં મનમાં કેટકેટલું વિચારી રહ્યા છે. શું રાધનપુર નગરપાલિકા જાહેર રોડ ઉપર ગટરના ગંદા પાણીને રોકી શકતા નથી ? સ્વચ્છ ભારત અને સ્વચ્છ ગુજરાત અભિયાનને ગંભીર ઠેસ નથી પહોંચતી ? રાધનપુર સ્વચ્છ માટે મળતી ગ્રાન્ટ કે પછી રાધનપુર નગર પાલિકા પાસેના ભંડોળથી સ્વચ્છતા પાછળ થતાં ખર્ચ નિષ્ફળ જઈ રહ્યા છે.
રિપોર્ટર : અનિલ રામાનુજ, રાધનપુર