સર્વેક્ષણ-૨૦૨૩ અંતર્ગત શહેરના પ્રતિષ્ઠિત નાગરિકોને બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા

હિન્દ ન્યુઝ, રાજકોટ

              ભારત આઝાદીના ૭૫ વર્ષ તેમજ ભારતના વિકાસ અને સિધ્ધીની ઉજવણીના  ભાગરૂપે આઝાદી કા અમૃત મહોત્સવ તથા કલીન ઇન્ડીયા પોગ્રામ ઉજવવામાં આવી રહ્યો છે. આ ઉજવણીના ભાગરૂપે સ્વચ્છ ભારત મિશન ૨.૦ અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકાની સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા શહેરીજનોમાં સ્વચ્છતા પ્રત્યે જન-જાગૃતિ આવે તે અને આગામી સ્વચ્છતા સર્વેક્ષણ-૨૦૨૩માં શહેરનું અગ્રીમ સ્થાન આવે તે માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના પ્રતિષ્ઠિત વ્યક્તિઓને બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કરવામાં આવે છે. જે સબબ આ વર્ષે પણ સર્વેક્ષણ-૨૦૨૩ અંતર્ગત નીચે મુજબના શહેરના પ્રતિષ્ઠિત નાગરિકોને બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કરવામાં આવેલ છે.

(૧)  જયેશ ઈન્દુકુમાર ઉપાધ્યાય (ટ્રસ્ટી, બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટ) 

(૨)  પુજાબેન સુરેશભાઈ વધાસીયા  (એડમિનિસ્ટ્રેટર, પ્રયાસ સ્પેશિયલ સ્કુલ, રાજકોટ) 

(૩) ડો.  ભરત એમ. રામાણી (પ્રિન્સીપાલ, લાભુભાઈ ત્રિવેદી એન્જી. કોલેજ તેમ શિક્ષણવિદ અને શિક્ષણ જગતના અગ્રણી)

(૪)  પાયલ રાઠવા (ટ્રાન્સજેન્ડર,એક્ટીવીસ્ટ, રાજકોટ)

       ઉપરોક્ત બ્રાન્ડ એમ્બેસેડર દ્વારા રાજકોટ મહાનગરપાલિકાની સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા સ્વચ્છતા સર્વેક્ષણ-૨૦૨૩ અંતર્ગત શહેરીજનોમાં સ્વચ્છતા પ્રત્યે જન-જાગૃતિ કેળવાય તે હેતુથી યોજવામાં આવતા વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહી લોકોને સ્વચ્છતા કેળવવા માટે પ્રરિત કરવા અંગેની કામગીરી  આગામી વર્ષ દરમ્યાન કરવામાં આવશે.

Related posts

Leave a Comment