રાધનપુર નગરપાલિકા માંથી હિતેશ ભાઈ ચૌધરી દ્વારા પ્રશંસનીય કામગીરી

હિન્દ ન્યુઝ, રાધનપુર

રાધનપુર નગર પાલિકા રાધનપુર નગરપાલિકા દ્વારા ગોગાશેરી માં ઘણા સમય થી લઇ ને ગટર વ્યવસ્થા, સાફ-સફાઈ નો પ્રશ્ન હતો. લોકો ની વારંવાર અરજીઓ નગરપાલિકા માં આપવામાં આવી હતી ત્યારે નગરપાલિકા માંથી હિતેશ ભાઈ ચૌધરી દ્વારા પ્રશંસનીય કામગીરી કરવામાં આવી. હિતેશભાઈ હાજર રહી કામગીરી સારી કરાવી હતી. હિતેશ ભાઈ ના જણાવ્યા અનુસાર આ અમારી ફરજ છે અને બને એટલા પ્રયત્નો કરી લોકો ને ગટર વ્યવસ્થા સાફ સફાઈ કરી આપશું ની ખાતરી પણ આપી હતી. સાફ સફાઈ અર્થે આવેલ મજદુરો એ પણ વ્યવસ્થિત કામગીરી લોકો ના કહ્યા મુજબ કરી હતી. આમ ગોગા શેરી ના યુવાનો તથા વડીલો જાગૃત હોઈ અરજી સંદર્ભે કામગીરી હાથ ધરવામાં આવી હતી.

રિપોર્ટર : અનિલ રામાનુજ, રાધનપુર

Related posts

Leave a Comment